________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
લગ્ન નક્કી થયાં હતો, પરંતુ અમારી કન્યાઓએ લગ્ન કરવાનો અફર નિર્ણય અમને જણાવ્યો છે અને અમે સર્વેએ કન્યાઓના નિર્ણયને સ્વીકાર્યો છે. સમુદ્રપ્રિયે કહ્યું.
બહુ ઉચિત નિર્ણય કર્યો છે આપે. મારી પુત્રવધૂઓનો નિર્ણય ખરેખર દૂરદર્શિતાભર્યો છે. અમારી ધારણાને સફળ બનાવનારો નિર્ણય છે. હું તમને સહુને અને તમારી કન્યાઓને હાર્દિક ધન્યવાદ આપું છું. પુનઃ પુન: અભિનંદન આપું છું. આપણો સ્નેહસંબંધ વધુ પ્રગાઢ બન્યો છે. હવે આપણે લગ્નનો શુભ દિવસ પણ આજે જ નક્કી કરી નાંખીએ.”
ઋષભદત્તે તરત જ્યોતિષીને બોલાવી લાવવા માટે પોતાના મુનીમજીને રવાના કર્યા. બીજી બાજુ ઋષભદત્તે ધારિણીની પાસે જઈને શુભ સમાચાર આપ્યા. ધારણી આનંદથી નાચી ઊઠી.
ધારિણી સીધી જંબૂકમારના ખંડમાં પહોંચી. જંબૂકમારે ઊભા થઈને માતાનું સ્વાગત કર્યું અને તેને ભદ્રાસન ઉપર બેસાડી. ધારિણીએ આસન પર બેસીને
કહ્યું :
બેટા, તે તો અમારી વાત માની, અમારી પુત્રવધૂઓએ પણ લગ્ન કરવાની હા પાડી દીધી જંબૂકુમારના મુખ પર સ્મિત આવી ગયું. ધારિણીના આનંદની સીમા ન
રહી.
અને હમણાં જ જ્યોતિષી પાસે લગ્નનું મુહૂર્ત પણ જોવરાવવાનું છે. પહેલા મુહૂર્તમાં જ લગ્ન લેવાનાં છે...' ધારિણીએ જંબૂકમારના માથે હાથ ફેરવતાં કહ્યું.
મા, અને પછી પહેલા જ મુહૂર્ત મારે દીક્ષા લેવાની છે!'
હું તને નહીં રોકું બેટા! તારા પિતાજી પણ નહીં રોકે... પરંતુ આવનારી પુત્રવધૂઓ રોકે... તો...” “મા, એ ચિંતા ન કરીશ, એમને હું સમજાવી દઈશ!'
કદાચ એ તને સમજાવી દે!” ધારિણી હસી પડી અને ઊભી થઈ પોતાના ખંડ તરફ ચાલી ગઈ. જંબૂકુમાર સ્વગત બોલે છે : “મા, તારા જેવી અત્યંત પ્યાર ભરેલી માતાને મેં સમજાવી દીધી... તો પછી એ આઠ સ્ત્રીઓને સમજાવવી મારે મન અત્યંત સહેલું કામ છે.' લગ્નનું મુહૂર્ત જાણવા જંબૂકુમાર માતાના ખંડમાં પહોંચ્યો.
For Private And Personal Use Only