________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
એક રાત અનેક વાત આઠેય સ્ત્રીઓને ધારિણીમાં પ્રેમાળ માતાનાં દર્શન થયાં. તેમનાં મન પ્રસન્ન થઈ ગયાં.
ધારિણીએ આઠે પુત્રવધૂઓને પોતાના હાથે ભોજન કરાવ્યાં. ભોજન કરીને તેમણે સુંદર શણગાર સજ્યા અને જંબૂકુમારના ભવ્ય શયનખંડમાં પ્રવેશ કર્યો.
૦ ૦ ૦ “સરદાર, રાજગૃહથી અમે આવીએ છીએ.' પ્રભવના બે ગુપ્તચરોએ આવીને નિવેદન કર્યું. “રાજગૃહના નગરશ્રેષ્ઠી ઋષભદત્તના પુત્ર જંબૂકુમારનું આઠ શ્રેષ્ઠી કન્યાઓ સાથે લગ્ન થયું છે. કન્યાઓના પિતાઓએ કરોડો રૂપિયાનું કન્યાદાન આપ્યું છે. ઋષભદત્તની હવેલીમાં સાંભળવા મુજબ ૯૯ કરોડ રૂપિયાના ઢગલા થયા છે!” પ્રભવે ગુપ્તચરોની વાત શાન્તિથી સાંભળીને પૂછ્યું : ઋષભદત્તની હવેલીમાં સુરક્ષાનો પ્રબંધ કેવો છે?”
સરદાર, ઋષભદત્ત પોતાને અજાતશત્રુ માને છે. એટલે એક પણ ચોકીદાર નથી. તે નિશ્ચિત છે. એટલે આપણા માટે માર્ગ સરળ છે.”
પ્રભવે થોડી ક્ષણ માટે આંખો બંધ કરીને વિચાર કર્યો. તેણે મનોમન નિર્ણય કર્યો અને પચીસ ચુનંદા સાથીદારોને રાજગૃહ ચાલવા આજ્ઞા કરી. પ્રભવ શસ્ત્રસજ્જ થયો. સાથીઓ પણ શસ્ત્રસજ્જ થયા. સહુ પોતપોતાના અશ્વો પર આરૂઢ થયા અને રાજગૃહ તરફ પ્રયાણ કરી દીધું.
રાત્રિનો એક પ્રહર પૂરો થયો હતો અને પ્રભવે રાજગૃહમાં પ્રવેશ કરી દીધો, ગુપ્તચરોએ આગળ ચાલીને ઋષભદતની હવેલીનો રસ્તો બતાવ્યો. અશ્વોને તેમણે નગરની બહાર એક સુરક્ષિત જગામાં બાંધીને બે સાથીદારોને ત્યાં મૂકી દીધા હતા.
પ્રભવે ઋષભદત્તની હવેલીને ચારેબાજુ ફરીને જોઈ લીધી. હવેલીમાં પ્રવેશવાનો માર્ગ જોઈ લીધો. પોતાના સાથીઓને ઇશારાથી પોતાની પાછળ આવવા સમજાવી દીધું.
હવેલીમાં પ્રવેશીને તરત જ તેણે અવસ્થાપિની-વિદ્યાનો પ્રયોગ કરી દીધો. ઋષભદત્ત-ધારણીથી માંડી હવેલીના એકેએક સ્ત્રી-પુરુષ ઉપર એની અસર થઈ. સહુ ગાઢ નિદ્રામાં પડી ગયાં.
પ્રભવે જંબૂકમારના શયનખંડમાં પ્રવેશ કર્યો. તેણે આઠ નવોઢા સ્ત્રીઓના શરીર પર રત્નજડિત સ્વર્ણાલંકારો જોયા. એક-એક સ્ત્રીના ગળામાં નવ-નવ
For Private And Personal Use Only