________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
એક રાત અનેક વાત કુમાર, તારી વાત મને જરાય સમજાઈ નહીં. તું ગૃહવાસ ત્યજી સાધુ બનવાની વાત કરે છે... શા માટે સાધુ બનવાનું? આટલા વિપુલ પ્રમાણમાં તને ભોગસુખો પ્રાપ્ત થયાં છે. તે ભોગવવા માટે તો મળ્યાં છે.. તું એ છોડવાનું વિચારે છે? મને તારી વાત સમજાતી નથી અને સાધુ જ બનવું હોય તો પછી બની શકીશ. આ યૌવનકાળમાં તો આવી અપ્સરા જેવી પત્નીઓ સાથે ભોગસુખ ભોગવી લે.”
પ્રભવની વાતો સાંભળીને સમુદ્રશ્રી વગેરે સ્ત્રીઓના મુખ પર પ્રસન્નતા છવાઈ. જંબૂકુમારે પ્રભવને બેસવા માટે એક આસન આપ્યું.
પ્રભવના સાથીઓ એકબાજુ ખૂણામાં બેસી ગયા. જંબૂકુમારના ત્યાગની વાતે સહુને નખશિખ હલાવી નાખ્યા હતા.
જંબુકમારે કહ્યું : “પ્રભવ, તું જેવી રીતે ધનવૈભવ અને સ્વજનોમાં સુખ જુએ છે, યૌવનકાળને ભોગસુખ ભોગવવાનો કાળ સમજે છે... તેવી રીતે હું પણ માનતો હતો, પરંતુ જે દિવસે મેં ભગવાન સુધર્મા સ્વામીની વાણી સાંભળી.. મારી ભીતરની આંખો ખૂલી ગઈ... એમની વાતો મેં ખૂબ વિચારી, મને એ વાતો સંપૂર્ણ સત્ય લાગી. જે વિષયોમાં હું સુખ માનતો હતો, તે વિષયોમાં મને નર્યું દુઃખ દેખાવા લાગ્યું. પાંચ ઇન્દ્રિયોના વિષયભોગનું સુખ ક્ષણિક હોય છે, અલ્પકાલીન હોય છે, જ્યારે એનું પરિણામ દીર્ઘકાલીન દુઃખોનું હોય છે. વૈષયિક સુખોના અનુરાગમાંથી દુઃખ જન્મે છે. જ્યારે મને આ વાત સમજાઈ, ત્યારે મારું મન વિરક્ત બની ગયું.”
‘કુમાર, આ તારી એક પ્રકારની સમજણ છે. વાસ્તવિકતા જુદી છે. મધુર શબ્દ સાંભળવાથી સુખ અનુભવાય છે. સુંદર રૂપ જોવાથી સુખ લાગે છે. સુગંધ મનને પ્રસન્ન કરી દે છે. પ્રિય ભોજન સુખ આપે છે. પ્રિય પાત્રના સંભોગથી અપૂર્વ સુખનું સંવેદન થાય છે. કુમાર, આ આપણા સહુના અનુભવની વાત છે. વાસ્તવિક છે આ અનુભવ. તેને છોડીને તું માત્ર એક પ્રકારની સમજણને અનુસરી... આ સુખોનો ત્યાગ કરવાનું વિચારે છે, તે તારી મોટી ભૂલ મને લાગે છે.” પ્રભવમાં બેઠેલો રાજકુમાર જાગી ગયો હતો અને એ બોલી રહ્યો હતો!
ધ્યાનમાં, જેવી રીતે ઇન્દ્રિયો અને મનના સંયોગથી વૈષયિક સુખોનો અનુભવ થાય છે તેવી રીતે આત્માનો પોતાનો સ્વતંત્ર સુખાનુભવ હોય છે. ઇન્દ્રિયોના અને મનના સહયોગ વિના.. આત્મા પરમ સુખને અનુભવી શકે
For Private And Personal Use Only