________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. ભવદત મુનિ
ભવદત્ત મુનિનું હૃદય વ્યથિત હતું. ક્યારેક તો વ્યથા તીવ્ર બની જતી હતી. ભવદેવ મુનિના મુખ પર હમેશાં રહેતી ઉદાસીનતા, તેમની આંખોમાંથી ઝખ્યા કરતી વેદના અને એમના મનમાંથી સંભળાતા ઉપાલંભ ભવદત્ત મુનિના હૃદયને હચમચાવી મૂકતા હતા.
મેં જિનાગમોનું ગહન અધ્યયન કર્યું છે. ઘણાં સૂત્રો મને કંઠાગ્ર છે. એકએક સૂત્રના અર્થોનાં રહસ્ય મેં જાણયાં છે. અને આ રીતે હું “ગીતાર્થ બન્યો છું. મહાવ્રતોનું પાલન કરું છું. સમિતિ-ગુપ્તિના પાલનમાં જાગ્રત છું.”
શું મેં ભવદેવના જીવન સાથે ક્રૂર વ્યવહાર નથી કર્યો? “વૈરાગ્ય વિના આ શ્રમણ-વત કોઈને અપાય નહીં, આવું જિનવચન જાણવા છતાં મેં ભવદેવને શ્રમણ બનાવ્યો. એના હૃદયમાં ક્યાં વૈરાગ્ય હતો? એ તો એના “દાક્ષિણ્યતા” ગુણના કારણે શ્રમણ બની ગયો. મારા વચનની ખાતર તેણે સંસારનાં સુખો ત્યજી દીધાં! કેટલો મહાન છે મારો લધુ ભ્રાતા? ખરેખર, એ ગુણિયલ છે. એણે શ્રમણ બન્યા પછી પણ ક્યારેય મને કહ્યું નથી કે મોટાભાઈ, તમે મને છેતરીને સાધુ બનાવી દીધો.... સારું ન કર્યું...' ના, ક્યારેય તેણે ફરિયાદ નથી કરી. હું સમજું છું કે એ ભીતરમાં વ્યથિત છે. એના હૃદયમાં રાગ છે! સંસારનાં સુખો પ્રત્યે રાગ છે... સાધુજીવનમાં એ રાગ સાથે જીવવું ઘણું ઘણું દુઃખદાયી હોય છે.
શું એને સાધુ બનાવવાની પાછળ એના આત્મકલ્યાણની ભાવના મારા મનમાં હતી ખરી? ના, મારે તો મારાથી બોલાઈ ગયેલું વચન સિદ્ધ કરવું હતું. સહવાસી શ્રમણોને મારે બતાવી આપવું હતું કે હું ધારું તો મારા ભાઈને સાધુ બનાવી શકું છું..” પેલા સુભાષ મુનિ પોતાના નાના ભાઈને પ્રતિબોધ પમાડ્યા વિના પાછા આવેલા ત્યારે મેં તેમનો ઉપહાસ કર્યો હતો.
મેં મારા “અહં' ને પોષવા, રાગીને વૈરાગીનાં કપડાં પહેરાવી દીધાં.. ભોગીને ત્યાગીનાં વ્રત આપી દીધાં.. એના જીવનનો, એની ભીતરની ભાવનાઓનો કોઈ વિચાર ના કર્યો. અરે, મારા એક વચનને સિદ્ધ કરી બતાવવા મેં કેટકેટલા જીવોને અસમાધિ આપી? ભૌતિક દૃષ્ટિએ અને આધ્યાત્મિક દષ્ટિએ મને સુખ આપનારાં મારાં માતા-પિતાનાં કોમળ હૃદય ઉપર કેવો વજઘાત થયો હશે? કેટકેટલા મનોરથો સાથે એમણે ભવદેવને પરણાવ્યો
For Private And Personal Use Only