________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫
વૈરાગીની વેદના
શિવકુમારે ધર્મેશની સામે જોયું. તેના હૃદયમાં નિરવધિ આનંદ ઊછળી રહ્યો. એ વિચારે છે : “મારે અત્યારે ધર્મેશના પૂર્વજન્મની વાત નથી કરવી. એનો આત્મા પણ પૂર્વજન્મના સાધુનો છે ને? એનામાં સંયમધર્મ પાળવાની ઇચ્છા પેદા થવી સહજ છે. વળી, પૂર્વજન્મનો એનો મારા પ્રત્યેનો અનુરાગ પણ છે.”
ધર્મેશ, હવે હું મહેલમાં જાઉં છું. તું મને કાલે મળજે.'
ધર્મેશ શિવકુમારને જતો જોઈ રહ્યો. એના હૃદયમાં સ્નેહની સરવાણી ફૂટી નીકળી. “તું જો ત્યાગી બનીશ, તો હું પણ ત્યાગી બનીશ જ...” એ મનોમન બબડ્યો.
૦ ૦ ૦ સાંજનું ભોજન પતી ગયું. શિવકુમાર રાણી યશોદા પાસે બેઠો. યશોદા મૌન હતી. શિવકુમારે યશોદાનો હાથ પકડીને કહ્યું :
મા, મારે તને એક વાત કરવી છે.' કર બેટા.” “મા, તે જાણ્યું છે ને કે બાહ્ય ઉદ્યાનમાં બિરાજેલા સાગરદત્ત મુનિરાજ, કે જેઓ અવધિજ્ઞાની મહાત્મા છે, તેઓ મારા પૂર્વજન્મના મોટાભાઈ છે...”
હા બેટા, મને કોશલાએ વાત કરી છે.'
મા, અમે બન્ને ભાઈઓ પૂર્વજન્મમાં સગા ભાઈ હતા અને અમે બન્નેએ દીક્ષા લીધી હતી. બન્ને સાધુ બન્યા હતા.”
અવધિજ્ઞાનીએ કહ્યું છે એટલે સાચું જ માનવું પડે બેટા!” “મા, અવધિજ્ઞાનીએ તો પછી કહ્યું, એ પહેલાં મેં જ્યારે એમને નગરશ્રેષ્ઠીની હવેલીમાં સર્વપ્રથમ જોયા, ત્યારે જ એમના પ્રત્યે મારા હૃદયમાં સ્નેહભાવ જાગી ગયો હતો. એટલે પૂર્વજન્મનો કોઈ સ્નેહસંબંધ હોવો જોઈએ, એમ મને લાગેલું.
મા, જેવી રીતે પૂર્વજન્મના સ્નેહસંબંધના લીધે મારા મનમાં સ્નેહભાવ જાગ્યો છે, તેવી રીતે પૂર્વજન્મના વૈરાગ્યના સંસ્કારો પણ મારા હૃદયમાં જાગી ગયા છે.”
For Private And Personal Use Only