________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવકુમારના ઉપવાસ
મહારાજા, શિવને સમજાવવાનું કામ ઘણું કપરું છે.” “એટલે તો તને બોલાવ્યો... તું જ એને ગમે તે ઉપાય કરીને સમજાવી શકીશ, એવો મને વિશ્વાસ છે. હા, એમ સીધી રીતે તો એ નહીં માને. મનાવવાનો કોઈ સારો ઉપાય તારે કરવો પડશે.”
ધર્મેશ વિચારમાં પડી ગયો. મહારાજાએ કહ્યું : “બેટા, એને સાધુ બનવાની અનમતિ નહીં આપીને એના હૃદયને મેં દુઃખી કર્યું જ છે... નાછૂટકે... મારા સ્વાર્થના કારણો... હવે હું એને કટુ શબ્દ કહીને વધુ દુઃખી નહીં કરી શકું. અને હું સમજાવવા જઈશ... તો કદાચ મારા મુખમાંથી કટુ શબ્દ નીકળી જશે.. એનું હૃદય ટુકડા થઈ જશે. ના, હું એવું કરવા નથી ઇચ્છતો.એટલા જ માટે મેં તને બોલાવ્યો છે.'
“મહારાજા, આપની વાત સાચી છે. આપે ક્યારે પણ શિવના મનને દુભવ્યું નથી. એ પ્રસન્નચિત્ત રહે, એ માટે એની દરેક ઇચ્છાને પૂર્ણ કરી છે... હું જાણું. છું આપના હૃદયને...
એની માને તો તું જો.. આઠ દિવસમાં એનું શરીર કેવું થઈ ગયું છે? રડી ૨ડીને એની આંખો સૂજી ગઈ છે. શરીર કૃશ થઈ ગયું છે.”
એટલામાં રાણી યશોદા જ ત્યાં આવી ગઈ. ધર્મેશે ઊભા થઈ રાણીના ચરણોમાં પ્રણામ કર્યા, યશોદાએ ધર્મેશના માથે હાથ મૂક્યા... ધર્મેશ યશોદાને જોઈ રહ્યો. તેની આંખો ભીની થઈ ગઈ..
“માં, તમે હવે કલ્પાંત ન કરો. હું શિવને સમજાવવા પ્રયત્ન કરીશ. એના ઉપવાસનું પારણું કરાવીશ.'
બસ, બેટા! એ પારણું કરી લે... ભોજન કરે. હું એટલું જ ઇચ્છું છું. બાકી ભલે એને ગમે તે ધર્મારાધના કરે. હું એને રોકીશ નહીં...”
યશોદા પાસેના ભદ્રાસન પર બેઠી. ધર્મેશ યશોદાનાં ચરણોમાં બેસી ગયો. એના હૃદયમાં યશોદા પ્રત્યે ભક્તિ હતી, બહુમાન હતું. યશોદા ધર્મેશના આશ્વાસનથી કાંઈક સ્વસ્થ બની. તેણે કહ્યું :
બેટા, હું શ્રમણજીવનને સારું માનું છું. સાધુતાનો માર્ગ ખોટો નથી, સારો છે. પરંતુ મારો પુત્રસ્નેહ પ્રગાઢ છે.. એના વિના હું જીવી ન શકું.” “હું જાણું છું મા! મહદશા વિચિત્ર હોય છે...”
બેટા, તું એને કહેજે કે તારે મહેલમાં રહીને બીજી જે કોઈ ધર્મ-આરાધના કરવી હોય તે કર, પરંતુ ઉપવાસનું પારણું કરી લે.”
For Private And Personal Use Only