________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગવાસ
‘હા, કુમાર કોઈ જ રોકટોક વિના, સમતાભાવે આરાધના કર્યું જાય છે. બધાં જ સ્વજનો અનુકૂળ છે. બધાંને કુમાર પ્રત્યે સહાનુભૂતિ છે અને અહોભાવ
દસ-દસ વર્ષથી લગાતાર છઠ્ઠના પારણે આયંબિલનું તપ કરીને... શરીર કેવું કૃશ કરી દીધું છે?
સાથે સાથે કષાયોને પણ કેવા ફશ કરી દીધા છે? ન રોષ, ન અભિમાન, ન માયા, ન લોભ! કેવી અપૂર્વ સમતા એણે સાધી લીધી છે? જાણે કે સંસાર અને મોક્ષ પ્રત્યે પણ સમભાવ આવી ગયો છે.
સાથે સાથે ધર્મેશ પણ કેવો અનાસક્ત યોગી બની ગયો છે? એણે પણ બધી માયા-મમતા ઉતારી નાંખી છે. મારું મન તો કહે છે કે આ બે આત્માઓ નિકટના ભવિષ્યમાં મોક્ષદશા પ્રાપ્ત કરી લેશે.
નાથ, મારા મનની એક વાત કહું?' વત્સલાએ પૂછયું. “સંકોચ વિના કહો!”
મને ક્યારેક ક્યારેક આ સંસાર ત્યજી સાધ્વી બનવાની ઇચ્છા થઈ આવે છે. શું આપ મને અનુમતિ આપશો?' શ્રેષ્ઠી વત્સલાને જોઈ રહ્યા. તેઓ ભાવવિહ્વળ બની ગયા. તેમણે કહ્યું :
દેવી, અનુમતિ તો મળશે જ, પરંતુ તમારી સાથે હું પણ સંસારનો ત્યાગ કરીશ... પરંતુ હજી વાર છે... કુમાર અને ધર્મેશનો આપણે ખ્યાલ કરવાનો છે. એમની કાળજી રાખવાની છે. એમની આરાધનામાં સહાયક બનવાનું છે.' વત્સલા આનંદવિભોર થઈ ગઈ.
0 0 કાળ વહ્યું જ જાય છે. એ ક્યારે પણ ઊભો રહેતો નથી. એ રીતે અનંત કાળ વીતી ગયો છે. તો પછી દસબાર વર્ષને વીતતાં કેટલી વાર?
ઘરમાં રહીને, ઉગ્ર તપશ્ચર્યા સાથે ભાવ-સાધુતાને જીવતાં જીવતાં શિવકુમારનાં બાર વર્ષ વીતી ગયાં. કુમારનું યૌવન-ભરપૂર અકાળે જીર્ણ-શીર્ણ બની ગયું. લોહી અને માંસ સુકાઈ ગયાં... રહ્યું માત્ર અસ્થિ-પિજ૨.
પરંતુ એ મહાત્માને શરીરની પરવા જ ક્યાં હતી? એ તો શાશ્વત્.. અવિનાશી આત્માનો આશક બનેલો હતો. આત્માનંદમાં તેણે લીનતા સાધેલી હતી.
For Private And Personal Use Only