________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત “દુનિયામાં આવો મિત્ર મળવો દુર્લભ છે. સાથે સાથે શેઠ અને શેઠાણીનો ત્યાગ પણ નાનો-સૂનો નથી... ખરેખર, એ પરિવારે આપણા માટે અદ્ભુત સમર્પણ કર્યું છે..”
રાજા-રાણી વિચારોમાં ડૂબી ગયાં.
રાત્રીનો સમય હતો.
શેઠાણી વત્સલા, શ્રેષ્ઠી “કામસમૃદ્ધ' ની પાસે બેઠાં હતાં. વત્સલાએ મૌનનો ભંગ કરતાં કહ્યું :
સ્વામીનાથ, રાજા-રાણીની મોહદશા ઘણી પ્રબળ છે... ને? દસ-દસ વર્ષ વિતી ગયાં, કુમાર કેવી આકરી તપશ્ચર્યા કરે છે.... છતાં એ બન્નેનાં હૃદય પીગળતાં નથી.”
“આ સંસારમાં મોહનું સામ્રાજ્ય છે.' “છતાં આપણે ધર્મેશનો મોહ તોડ્યો ને?
કોઈના ઉપર મોહનો પ્રગાઢ પ્રભાવ હોય છે, કોઈના ઉપર ઓછો... આપણી મોહદશા ન હોત તો સંસારનો ત્યાગ કરી ચારિત્રના માર્ગે ન જાત? આપણે સંસારમાં કેમ રહ્યાં છીએ?'
આપની વાત યથાર્થ છે સ્વામી, છતાં આપણે પુત્રમોહ તો છોડ્યો છે ને?' દેવી, એ આપણું કર્તવ્ય બની ગયું હતું. કુમારની ખાતર... એની ઉચ્ચતમ્ ભાવનાની ખાતર... ધર્મેશે જે નિર્ણય કર્યો તેને વધાવવાની આપણી ફરજ હતી. ક્યારેક ભાવનાઓ કરતાં કર્તવ્ય મહાન બની જતું હોય છે. ભાવનાઓને કચરીને પણ કર્તવ્યપાલન કરવાનું હોય છે. કર્તવ્યની ઉપેક્ષા કરીને ભાવનાના પ્રવાહમાં વહી ન જવાય. મારા-તમારા હૃદયમાં પુત્ર પ્રત્યે શું પ્રેમ નથી? છે જ, પરંતુ કર્તવ્યની આગળ એ પ્રેમને ગૌણ કરવો પડ્યો.
તમે ધર્મેશના ત્યાગની વાત કરો છો, પરંતુ પુત્રવધૂનો ત્યાગ કાંઈ ઓછો છે? એ પણ ધર્મેશની ઇચ્છાને શાન્ત ચિત કેવી અનુસરી છે? અને યુવરાજ્ઞીએ પણ કેવો મહાન ત્યાગ કર્યો છે? દેવી, કુમારનો, ધર્મેશનો અને આપણો આ મહાન પુણ્યોદય છે કે આપણને અનુકૂળ પરિવાર મળ્યો છે.
ભલે રાજા-રાણી કુમારને ચારિત્રની અનુમતિ નથી આપતાં, પરંતુ કુમારની ભાવ-સાધુતાની આરાધનામાં કોઈ અંતરાય પણ નથી કરતા! આ દૃષ્ટિએ કુમારનો પુણ્યોદય પણ નાનો-સૂનો નથી.”
For Private And Personal Use Only