________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત હું એને સમજાવીશ મા! મને આત્મવિશ્વાસ છે... એ મારી વાતને સમજવા પ્રયત્ન કરશે. એ ગુણવાન છે!' ‘તું વિલંબ ન કર.' મહારાજાએ કહ્યું.
મહારાજા, આજે તો હું એની પાસે નહીં જાઉં. કારણ કે મારે એને સમજાવવાની પ્રક્રિયા વિચારવી પડશે. મારી વાત એના ગળે ઉતારવી પડશે ને? આવતી કાલે પ્રભાતમાં એની પાસે જઈશ.”
તે ઊભો થયો. રાજા-રાણીને પ્રણામ કર્યા અને પોતાની હવેલીમાં આવી ગયો.
હવેલીમાં શ્રેષ્ઠી કામસમૃદ્ધ અને માતા વત્સલા ધર્મેશની રાહ જોતાં હતાં. ધર્મેશે માતા-પિતાને રાજમહેલની પરિસ્થિતિ જણાવી.
શિવકુમારના ઉપવાસની વાત સાંભળીને વત્સલા રડી પડી. નગરશ્રેષ્ઠી ગંભીર વિચારમાં પડી ગયા.
બેટા, તારે કુમારને મનાવવો પડશે.' શ્રેષ્ઠીએ કહ્યું, “પિતાજી, એને કેવી રીતે બનાવવો એ માટે આજે રાતે હું વિચારીશ.. પણ એ માટે મારે કદાચ મોટો ત્યાગ કરવો પડશે.'
ભલે બેટા, તારે કે અમારે... જે કાંઈ કરવું પડે તે કરવાનું. પરંતુ કુમારના ઉપવાસ છોડાવવાના.” વત્સલા બોલી.
“રાજપરિવારનો આપણા ઉપર મહાન ઉપકાર છે. મહારાણી ને મહારાજા આપણને પોતાના સ્વજન માને છે, આવા દુઃખમાં આપણે એમના પડખે રહેવાનું છે.” વત્સલાએ કહ્યું.
ધર્મેશ માતાના ઉદ્દગારોથી ગદ્ગદ્ થઈ ગયો. તે પોતાની માને ભેટી પડ્યો.. “મા, તું ખરેખર મહાન છે!”
બેટા, તમે પિતા-પુત્ર ભોજન કરી લો. પછી તારા પિતા પણ મહારાજા પાસે જઈ આવે.”
તમે પણ મારી સાથે આવજો. મહારાણી પાસે બેસજો. આશ્વાસન આપજો.”
૦ ૦ ૦
For Private And Personal Use Only