________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨. સ્વર્ગવાસ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવસો વીતે છે.
મહિનાઓ વીતે છે...
વર્ષ ઉપર વર્ષ વીતે છે...
ભાવ-સાધુ બનેલા શિવકુમાર છઠ્ઠ-તપના પા૨ણે આયંબિલનો તપ કરતા રહે છે. શરીર કૃશ બન્યું છે, અશક્ત બન્યું છે. જર્જરિત બન્યું છે. દસ-દસ વર્ષ થઈ ગયાં છે. ધર્મેશ એમના માટે દોષરહિત ભિક્ષા લઈ આવે છે. બે-બે દિવસના આંતરે આયંબિલનું લૂખું ભોજન કરે છે.
રાજ્ય અંગેની કોઈ વાત નહીં, દેશ માટેની કોઈ વાત નહીં, સ્ત્રી અંગેની ચર્ચા નહીં કે ભોજન અંગે કોઈ વાત નહીં. શિવકુમારના ખંડમાં બહારની કોઈ વ્યક્તિ પ્રવેશી શકતી નથી. બહારના માણસો ગણો તો માત્ર ધર્મેશનાં માતાપિતા અને ધર્મેશની સુશીલ પત્ની. તેઓ પણ ક્યારેક કુશલ-પૃચ્છા કરવા આવે એટલું જ.
શિવકુમાર અને ધર્મેશની વચ્ચે હંમેશાં તત્ત્વચર્ચા થાય છે. ક્યારેક તેઓ ‘સ્થવિરકલ્પ’ અને ‘જિનકલ્પ' ની વાતો કરે છે. ક્યારેક ‘નય-નિક્ષેપ' અને ‘સપ્તભંગી’ ની વાતો કરે છે. ક્યારેક આત્મતત્ત્વના શુદ્ધ-અશુદ્ધ સ્વરૂપની ચર્ચા કરે છે, ક્યારેક ‘કર્મસિદ્ધાંત’ ઉપર પરામર્શ કરે છે... તો ક્યારેક બાર ભાવનાઓના ચિંતનમાં ડૂબી જાય છે.
એક દિવસ... બન્ને સંસારમાં થતા જીવોના પરસ્પરના સંબંધોની વાતો કરતાં હતા. સંબંધોના પરિવર્તનની વાતો કરતાં કરતાં શિવકુમારે કહ્યું :
‘ધર્મેશ, સાગરદત્ત મુનિરાજે અમારા પૂર્વજન્મની વાત કરી, એ વાતમાં એક વાત એમણે એ કરી કે પૂર્વજન્મમાં હું સાધુ બનેલો... લગ્ન કરીને તરત જ... એ પણ મોટાભાઈના વચનને મિથ્યા ન થવા દેવા માટે......! સાધુના વેશમાં પણ મેં મારી પત્ની નાગિલાને હૃદયમાં રાખેલી... એના ઉ૫૨નો મોહ દૃઢ રહેલો... જ્યારે મોટાભાઈ કાળધર્મ પામ્યા... ત્યારે હું મારી એ પત્નીને મળવા અને પુનઃ ગૃહવાસ માંડવા મારા ગામે ગયેલો. ત્યાં ગામની બહાર જ મને મારી પત્ની મળી ગયેલી... તેણે મારા અસ્થિર અને ચંચળ બનેલા મનને સ્થિર અને નિર્મળ બનાવેલું. મારા મનમાંથી મોહ દૂર કરી દીધેલો... પછી તો
For Private And Personal Use Only