________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦.
એક રાત અનેક વાત કુમારે શ્વેત વસ્ત્ર ધારણ કરેલાં છે. એક ઊની આસન ઉપર પદ્માસન લગાવીને કુમાર બેઠેલો છે, ધ્યાનમાં નિમગ્ન છે.
અનાયાસે કોશલાનું મસ્તક ઝૂકી ગયું... બે હાથ જોડાઈ ગયા... તે બાજુના ખંડમાં સરકી ગઈ. પેટી ખોલીને તેણે શ્વેત સાડી.. શ્વેત વસ્ત્રો કાઢયાં. શરીર પરથી સૌભાગ્ય ચિહ્ન સિવાયના બધા અલંકારો ઉતારી નાખ્યા. શ્વેત વસ્ત્રો ધારણ કરી લીધાં. પોતાના ખંડમાંથી તેણે બધો શણગાર દૂર કરી દીધો. કુમારના ખંડ જેવો જ પોતાનો ખંડ બનાવી દીધો. જાણે કે એણે સંકલ્પ કરી લીધો. “જે વસ્તુ, જે વાત કુમારને ન ખપે તે વસ્તુ, તે વાત મને પણ ન ખપે!
૦ ૦ ૦ કુમારના ઉપવાસનો આજે આઠમો દિવસ હતો. તેના શરીર પર એની અસરો સ્પષ્ટ દેખાતી હતી. પરંતુ તે મૌન હતો.
યશોદા વ્યાકુળ હતી. વેદનાથી તેનું હૈયું વલુરાઈ રહ્યું હતું. કોશલા મૌન હતી... શાન્ત હતી. મહારાજા પદ્મરથ ગંભીર હતા, ઉદ્વિગ્ન હતા.
તમે કેમ કુમારને પારણું કરવા કહેતા નથી? શું આ રીતે પુત્રને મોતના...” “એવું ન બોલો દેવી, શું મને પુત્ર વહાલો નથી? જો વહાલો ન હોત તો એને સાધુ બની જવાની અનુમતિ ન આપત? તમે કહેતા હો તો અનુમતિ આપી દઉં... તો હમણાં એ પારણું કરશે.'
ના, ના, હું મારા લાડલાને સાધુ તો નહીં જ બનવા દઉં... પણ આજે આઠ-આઠ ઉપવાસ એને થઈ ગયા... એનું શરીર કેવું થઈ ગયું છે? ગમે તે બીજો ઉપાય કરીને ઉપવાસ તો એના છોડાવો જ.” “શોધું છું ઉપાય.. પણ જડતો નથી...”
કાંઈ પણ કરી... મારાથી આ બધું સહન થતું નથી...' યશોદા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
શું કરૂં દેવી? વિરક્ત આત્માને ભય કે લાલચ ડગાવી શકતાં નથી.... આપણો પુત્ર વિરક્ત બની ગયો છે. અલબત્ત, આપણા પ્રત્યે એના હૈયામાં ભક્તિ છે, એટલે એ મહેલમાં રહ્યો છે...”
“મહેલમાં રહેવાથી શું? મહેલમાં એ સાધુ બનીને રહ્યો છે, જોઈ આવો એનો ખંડ...ઉપાશ્રય બનાવી દીધો છે.”
છતાં દેવી, એ આપણી પાસે છે. આપણે એને નિહાળી શકીએ છીએ.”
For Private And Personal Use Only