________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
વેરાગીની વેદના
તેં નથી કરી, યુવરાજ્ઞીએ કરી! અને યશોદા માતાના પેટમાં ફાળ પડી ગઈ છે..”
હું દીક્ષા લઈ લઈશ... એ વાતની ફાળ પડી છે ને? ચાલો, સારું થયું. વાત કરવાની પૂર્વભૂમિકા બની ગઈ!'
કઈ વાતની પૂર્વભૂમિકા?'
માતા-પિતાની અનુમતિ વિના દીક્ષા ન લેવાય ને? એટલે અનુમતિ માંગવી જ પડશે.' “તું શું વાત કરે છે? તું દીક્ષા લઈશ?'
“હા ધર્મેશ, હવે હું આ ગૃહવાસમાં નહીં રહી શકે. દુનિયાનાં તમામ સુખો પ્રત્યે મારું મન વિરક્ત બની ગયું છે. હવે તો મને સુખ મળશે એક માત્ર ગુરુદેવ સાગરદન મુનિરાજના ચરણોમાં પૂર્વજીવનમાં આરાધેલા સાધુધર્મના સંસ્કારો મારા આત્મામાં જાગ્રત થઈ ગયા છે..”
ધર્મેશ શિવકુમારને વિસ્ફારિત આંખે જોઈ રહ્યો. શિવકુમારના મુખે પહેલી જ વાર ત્યાગ-વૈરાગ્યની વાતો આજે એ સાંભળતો હતો. તે ઊંડા વિચારમાં ડૂબી ગયો.
કેમ, તને મારી વાત ન ગમી?” શિવકુમારે ધર્મેશના બે હાથ પોતાના હાથમાં લેતાં પૂછયું.
શું કહું તને? મને તારી કઈ વાત નથી ગમી - તે મને કહે..” તું મૌન થઈ ગયો એટલે પૂછ્યું...' કુમાર, શ્રમણજીવન ઉત્તમ જ છે, પરંતુ એ જીવન જીવવું સરળ નથી. એ જીવન કઠોર હોય છે.”
પૂર્વજન્મમાં મેં જીવેલું છે એ જીવન!'
પરંતુ ત્યારે તું રાજકુમાર ન હતો... આટલું સુંવાળું... કોમળ જીવન ન હતું તારું..”
તેથી શું ફરક પડે છે? સાગરદત્ત મુનિરાજ પણ વર્તમાન ભવમાં રાજ કુમાર જ હતા ને? છતાં તેઓ શ્રમણ બની ગયા ને? કેવું ઉચ્ચ કોટિનું શ્રમણજીવન જીવે છે? ખેર, એ વાત આપણે પછી કરીએ, તું એ કહે કે માએ શું પ્રત્યાઘાત આપ્યા?
“મારી આગળ વાત કરતાં તે રડી પડ્યાં ને બોલ્યાં : “હું જીવું છું ત્યાં સુધી શિવ દીક્ષા નહીં લે. એ મને છોડીને નહીં જાય. હું એને નહીં જવા દઉં.'
For Private And Personal Use Only