________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત “એટલે શું બેટા?” યશોદાએ સચિંત બનીને પૂછ્યું.
એટલે મા, હું આ સંસારનાં સુખો પ્રત્યે વિરક્ત બન્યો છું. ગૃહવાસ મને અકળાવે છે... હું સાગરદત્ત મુનિરાજનાં ચરણોમાં જીવન સમર્પિત કરવા ચાહું
ના બેટા ના, એ તો કદાપિ નહીં બને..' યશોદા રડી પડી. શિવકુમાર મૌન થઈ ગયો. જમીન પર દૃષ્ટિ સ્થિર કરીને બેસી રહ્યો. યશોદાએ પોતાના કોમળ હાથ કુમારના માથે મૂક્યા. કુમારે નીચી દૃષ્ટિએ જ પૂછ્યું : “મા, તો શું મને તું સંયમમાર્ગે જવાની રજા નહીં આપે?”
એટલે શું તારો મારા ઉપરનો સ્નેહ ઊતરી ગયો બેટા? તારા પિતા ઉપરનો... કોશલા ઉપરનો પ્રેમ ઊતરી ગયો? પૂર્વજન્મના ભાઈ મળ્યા. એટલે આ ભવના સ્નેહીઓને... એમના પ્રેમને ભૂલી જવાનો?'
મા, પૂર્વજન્મના ભાઈ તો નિમિત્ત બન્યા છે. તેમણે મને મોહનિદ્રામાંથી જગાડ્યો છે. વાસ્તવમાં મારા પૂર્વજન્મના વૈરાગ્યના સંસ્કારો જાગી ગયા છે... પૂર્વજન્મમાં સંયમધર્મની આરાધના અધૂરી રહી છે.'
ગમે તે હોય બેટા, હું તારો સંયોગ ચાહું છું. તારો વિયોગ હું સહન નહીં કરી શકે. તું વૈરાગી થયો છે, હું તો રાગી છું. તને મારા પર મોહ.. પ્રેમ નથી રહ્યો.. મને તો તારા પર અગાધ પ્રેમ છે. હું તને નહીં જવા દઉં...'
- વિરાગી ઉપરનો રાગ! - અનાસક્ત ઉપરની આસક્તિ! - નિર્મોહી ઉપરનો મોહ! એટલે દુ:ખ, અશાંતિ, ઉદ્વેગ અને સંતાપ! યશોદા દુઃખી થઈ ગઈ. અશાન્ત બની ગઈ.. શિવકુમાર તો જાણતો જ હતો કે આમ સરળતાથી માતા અનુમતિ નથી આપવાની. માતાના પ્રેમભરપૂર હૃદયને તે જાણતો હતો. તેને મા પ્રત્યે કોઈ અણગમો ન થયો. તે ઊભો થયો. યશોદાએ તેનો હાથ પકડી તેની સામે જોયું. બેટા, તું...'
For Private And Personal Use Only