________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેરાગીની વેદના “મા, તારી અનુમતિ વિના હું ગૃહત્યાગ નહીં કરું. બસ?'
યશોદા આશ્વસ્ત બની. કુમાર પોતાના ખંડમાં ગયો, ખંડમાં કોશલા વિચારમગ્ન થઈને બેઠી હતી. કુમારના આગમનનો તેને ખ્યાલ ન રહ્યો. કુમારે કોશલા સામે જોયું. થોડી ક્ષણ એ જોતો જ રહ્યો. પછી ધીમેથી તેણે કોશલાને બોલાવી :
કૌશલા! કોશલા ચમકીને ઊભી થઈ ગઈ. તેણે કુમારની પાસે આવીને નમન કર્યું અને પલંગની પાસે જમીન ઉપર બેસી ગઈ.
કોશલા, એક વાત તને પૂછું?' “એમ કેમ પૂછવું પડ્યું? એક નહીં, હજાર વાત પૂછો... આપની દરેક ઇચ્છા મને સ્વીકાર્ય છે. જે વાતમાં આપ સુખી તે વાતમાં હું સુખી..”
હવે તને મારા તરફથી વૈષયિક સુખ નહીં મળે, કારણ કે મારું મન પૂર્ણતયા અવિકારી બની ગયું છે. એટલે હવે જ્યાં સુધી મારે સંસારમાં રહેવું પડશે ત્યાં સુધી આપણે ભાઈ-બહેનના ભાવથી રહેવાનું છે.'
એ રીતે આપના આત્માને સુખ મળતું હોય તો હું રાજી છું. આપ મને પ્રેરણા આપીને, ઉપદેશ આપીને નિર્વિકારી બનાવી દેજો.” શિવકુમારને કોશલા સામાન્ય સ્ત્રી નહીં પણ મહાન સન્નારી દેખાઈ.
૦ ૦ ૦ પ્રભાતનો સમય હતો. દુગ્ધપાન કરીને શિવકુમાર પિતાજી પાસે પહોંચી ગયો. અલબત્ત, એ જાણતો હતો કે માતાએ પિતાજીને વાત તો કરી જ હશે.
આવ શિવ, મારી પાસે બેસ.' મહારાજા પધરથે શિવકુમારનો હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યો.
તારી માતાએ મને વાત કરી છે. તે સંસારનાં સુખો પ્રત્યે વિરક્ત બન્યો છે અને ગૃહત્યાગ કરી સાધુ બનવા ઇચ્છે છે.”
સાચી વાત છે પિતાજી, એના માટે આપની અનુમતિ ચાહું છું. આપ મને અનુમતિ આપી મારા પર ઉપકાર કરો. હવે મારું મન ઘરમાં લાગતું નથી... અસંયમમાં મારે જીવવું નથી.'
કુમાર, હું તને એક પ્રશ્ન પૂછું છું, તું મને એનો સ્પષ્ટ જવાબ આપજે. તારા હૃદયમાં માતા-પિતા પ્રત્યે ભક્તિ છે કે નહીં?”
છે.' કુમારે તરત જ જવાબ આપી દીધો.
For Private And Personal Use Only