________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
ભવદત્ત મુનિ હશે? એમને ભવદેવ ઉપર કેટલું બધું વાત્સલ્ય હતું? આ આઘાત શું તેમના પ્રાણ તો નહીં લઈ લે ને...? અને પેલી નવોઢા પત્ની? જ્યારે એણે જાણ્યું હશે કે “એનો પતિ સાધુ બની ગયો છે..” ત્યારે એ કેવી શુન્યમનસ્ક થઈ ગઈ હશે? કેવું કારમું કલ્પાંત કર્યું હશે?
આ બધાં દુઃખોમાં હું નિમિત્ત બની ગયો. હા, મારે ભવદત્તને દીક્ષા આપવી જ હતી, તો મારે એને વિરક્ત બનાવવો જોઈતો હતો. એના હૃદયમાં વૈરાગ્યનો દીપક પ્રગટાવવો જોઈતો હતો. ભલે, એ માટે મારે ચાર છ મહિના સુગ્રામમાં રહેવું પડત,... કે બાર મહિના રહેવું પડત.. સાથે સાથે માતા-પિતાને પણ ધર્મોપદેશ આપીને, તેમના મમત્વભાવને તો તોડી શકાત.
વાસ્તવિકતા વિચારું છું તો, ભવદેવ એની પોતાની યોગ્યતાના કારણે અનિચ્છાએ સાધુ બન્યો છે. “મેં એને સાધુ બનાવ્યો..' આવું માનવું મિથ્યા છે. ભલે સહવાસી મુનિવરોએ મને ધન્યવાદ આપ્યા અને એ ધન્યવાદ પામીને હું હરખાયો, પરંતુ એ નરી આત્મવંચના છે.
મેં એના પ્રેમનો દ્રોહ કર્યો છે. મેં એના મારા પ્રત્યેના પૂજ્યભાવનો ગેરલાભ ઉઠાવ્યો છે. મેં એની સરળતા સાથે પ્રપંચ ખેલ્યો છે. હે ભગવાન... મેં આ શું કરી નાખ્યું?
અનિચ્છાએ એણે શ્રમજીવન સ્વીકાર્યું છે અને અનિચ્છાથી આ જીવન, જીવ્યે જાય છે. છતાં મારા પ્રત્યે એણે ક્યારેય પણ અવિનય કર્યો નથી, અનાદર કર્યો નથી. એનો ભક્તિભાવ અખંડ છે... છતાં આ બધું ક્યાં સુધી ચાલશે? એની ભીતરમાં ભંડારાયેલો અસંતોષ શું સ્ફોટક નહીં બને?
હા, આ પવિત્ર વાતાવરણમાં જીવતાં જીવતાં, જિનાગમોનું અધ્યયન કરતાં કરતાં, શ્રમણજીવનની વિવિધ ધર્મ-ક્રિયાઓ કરતાં કરતાં.. એની રાગદશા દૂર થઈ જાય, સંસારસુખો પ્રત્યે અનાસક્તિ પ્રગટી જાય... તો તો એનું જીવન ધન્ય બની જાય. ભાવચારિત્રની પ્રાપ્તિ થઈ જાય. પછી કોઈ ચિંતા નહીં.
તીર્થકર ભગવંતોએ આવી સંભાવના બતાવી પણ છે. દ્રવ્યચારિત્ર ભાવચારિત્રનું નિમિત્ત બની જાય છે. છતાં નિમિત્ત બને જ, એવો કોઈ નિયમ નથી... જો ભવદેવને ભાવચારિત્રની પ્રાપ્તિ ન થાય તો?
ખેર, ભાવચારિત્રની પ્રાપ્તિ ન થાય તો ભલે ન થાય, પરંતુ ચારિત્રધર્મ તરફ એના મનમાં દ્વેષ ન થઈ જવો જોઈએ. અરુચિ ન થવી જોઈએ. જો દ્વેષ-અરુચિ થઈ જાય તો ભવોભવ એને ચારિત્રધર્મની પ્રાપ્તિ જ ન થાય.... એ
For Private And Personal Use Only