________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. નાગિલા
રેવી અને રાષ્ટ્રકૂટ માટે ભવદેવનો વિરહ અસહ્ય બન્યો. વિરહની વેદનામાં બન્ને ઝૂરતાં રહ્યાં. એક વર્ષ, બે વર્ષ... ત્રણ વર્ષ વીત્યાં. બન્ને માંદગીમાં પટકાયાં, નાગિલા સાસુ-સસરાની દિનરાત સેવા કરે છે. અલબત્ત, નાગિલાના હૃદયમાં પતિવિરહની વ્યથા ભરેલી જ હતી, છતાં તે સાસુ-સસરાને આશ્વાસન આપતી રહી અને સેવા કરતી રહી.
શ્રેષ્ઠી રાષ્ટ્રકૂટે એક દિવસ નાગિલાને પોતાની પાસે બેસાડીને કહ્યું : ‘બેટી, હવે મને લાગે છે કે હું માંદગીમાંથી ઊઠીશ નહીં... હું થોડા દિવસનો મહેમાન છું... અને આ (રેવતી) પણ વધુ દિવસ નહીં કાઢે... બેટી, અમારા બે વિના...' રાષ્ટ્રકૂટ રડી પડ્યા. નાગિલાની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં... થોડીક સ્વસ્થ બનીને નાગિલા બોલી :
‘પિતાજી, આપ આવું ના બોલો. દુ:ખી ના થાઓ... હું આપની પાસે જ છું... આપ જલદી સારા થઈ જાઓ... તે માટે મેં કુળદેવતાની પૂજા પણ કરાવી છે...'
‘તારી ભાવના શુભ છે બેટી, પણ હવે જીવવાનો મોહ જ નથી રહ્યો... બસ, એક જ ચિંતા છે... અમારા ગયા પછી તારું કોણ?
‘એવી ચિંતા આપ ના કરો. આપ સ્વસ્થ બનો... પછી એ ચિંતા નહીં રહે.’ ‘હવે હું સ્વસ્થ નહીં બની શકું. મને મારું મૃત્યુ નિકટમાં દેખાય છે... એટલે જ એક વાત તને કહેવી છે... જો તું માની જાય તો...’
‘આપ સંકોચ રાખ્યા વિના કો પિતાજી.’
રાષ્ટ્રકૂટે નાગિલા સામે જોયું. એના માથે પોતાનો ધ્રૂજતો હાથ મૂક્યો. નાગિલાએ બે હાથ જોડી મસ્તક નમાવીને રાષ્ટ્રકૂટને વંદન કર્યું.
‘બેટી, તું લગ્ન કરી લે... તારૂં જીવન સુરક્ષિત બની જશે... પછી અમે બન્ને નિશ્ચિંત બનીને મોતને ભેટીશું.’
‘નહીં પિતાજી, જેમ આપ આપના પુત્રને ભૂલી શકતા નથી તેમ હું પણ એમને ભૂલી શકતી નથી, ભૂલી શકીશ નહીં. એમના સિવાય આ જનમમાં બીજો પતિ સ્વપ્નમાં પણ નહીં કરી શકું... આ મારો નિર્ણય છે પિતાજી.
અને મારી સુરક્ષાની આપ ચિંતા ન કરો. મારા પિતાજી છે, મારો ભાઈ
For Private And Personal Use Only