________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
એક રાત અનેક વાત “હે મહાત્મનું, આપને જોતાં જ આપના પ્રત્યે મારા હૃદયમાં અપૂર્વ હર્ષ કેમ થયો? આપનાં દર્શન કરતાં મારી આંખો ધરાતી કેમ નથી? પ્રભો! શું આપણો કોઈ પૂર્વજન્મનો સ્નેહ-સંબંધ છે?”
આ મુનિરાજ હતા સાગરદત્ત! તેઓ અવધિજ્ઞાની હતા. અવધિજ્ઞાનના પ્રકાશમાં તેઓ તેમના અને શિવકુમારના પૂર્વજન્મને પ્રત્યક્ષ જોતા હતા. તેમના મુખ ઉપર મધુર સ્મિત આવી ગયું. તેમણે કહ્યું :
કુમાર, આપણો પૂર્વજન્મનો ગાઢ સ્નેહસંબંધ છે! આપણે ભરતક્ષેત્રમાં બે ભાઈ હતા. તારો મારા પ્રત્યે અવિહડ પ્રેમ હતો. મને તારા પ્રત્યે વાત્સલ્યભાવ હતો. મેં સંસાર ત્યજીને સંયમધર્મ સ્વીકાર્યો હતો. તે પછી જે દિવસે તારાં લગ્ન થયાં હતાં, એ જ દિવસે હું ભિક્ષાના બહાને ઘરે આવીને તને મારી સાથે મારા ગુરુદેવ પાસે લઈ ગયો હતો અને કપટ કરીને તને સાધુ બનાવી દીધો હતો! અલબત્ત, મારા પ્રત્યેના તીવ્ર પ્રેમથી જ તું સાધુ બની ગયો હતો. તેં બાર વર્ષ સુધી ભાવ વિના, મન વિના સાધુજીવન જીવ્યું હતું. મારા સ્વર્ગવાસ પછી તને તારી પરણેતર સ્ત્રી નાગિલાએ સંયમધર્મમાં સ્થિર કર્યો હતો. પછી તો તેં ઉત્કૃષ્ટ કોટિનું સંયમ પાળ્યું હતું. એના પરિણામે તું પણ મરીને, હું જે પહેલા દેવલોકમાં દેવ થયો હતો, ત્યાં દેવ થયો!
મારું દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું. મારો જન્મ આ જ ખંડમાં પુંડરીકિણી નગરીમાં થયો અને તારો જન્મ પણ આ જ ખંડમાં વીતશોકા નગરીમાં થયો! હું સંસારનાં સુખો પ્રત્યે વિરક્ત બનીને શ્રમણ બની ગયો ને તું હજુ સંસારનાં સુખોમાં મગ્ન છે!” “હે ભગવંત, આપે આપણા પૂર્વજન્મ કેવી રીતે જાણ્યા?' “અવધિજ્ઞાનથી કુમાર!'
હે પ્રભો, આપે કહ્યું કે મને કપટથી આપે સાધુ બનાવ્યો હતો તો પછી આપના પ્રત્યે મારો સ્નેહ તૂટી ગયો હશે ને?'
ના, તારો સ્નેહભાવ અખંડ રહ્યો હતો; અવિચ્છિન્ન રહ્યો હતો. એમ વિચારીને તારા મનનું સમાધાન કરેલું કે “મોટાભાઈએ મારા હિત માટે જ મને સાધુ બનાવ્યો છે. હું સાધુજીવન જીવવા અશક્ત છું. મારું મન મારી પત્નીમાં રમે છે.” તારા મનમાં મારા પ્રત્યે જરાય અણગમો જાગ્યો ન હતો. આ જ તારી મૂળભૂત યોગ્યતા હતી. અલબત્ત, મારા મનમાં તારી ઉદાસીનતા જોઈને દુઃખ થતું હતું. “મેં ખોટું કામ કર્યું છે- ' એવા વિચારો પણ મને આવી ગયા હતા.'
For Private And Personal Use Only