________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮.
એક રાત અનેક વાત તદ્દન સાચી વાત છે ભગવંત, પરંતુ આપ અહીં જ રહેજો. હું મારાં માતાપિતાને સમજાવવા પ્રયત્ન કરીશ. તેઓ શું કહે છે તે આપને નિવેદન કરીશ.” કુમારે પુનઃ મુનિરાજને વંદના કરી અને રથમાં બેસીને તે નગરમાં ગયો.
૦ ૦ ૦. શિવકુમારની સમગ્ર વિચારધારાનો પ્રવાહ બદલાઈ ગયો. તેનું મન સાગરદત્ત મુનિરાજની આસપાસ ફરવા લાગ્યું. રથમાં પાસે બેઠેલી યુવરાજ્ઞી કોશલાની સાથે એક શબ્દ પણ ન બોલ્યો. અરે, એની સામે પણ ન જોયું. કોશલાનું હૈયું ફફડી ઊઠ્યું. “આપને શું થઈ ગયું અચાનક?” એટલું પણ પૂછવાની તેની હિંમત ન રહી. રાજમહેલમાં આવ્યા પછી પણ કુમારને તેણે ઊંડા વિચારોમાં ખોવાયેલો જોયો. કોશલા બે ઘડી સુધી કુમાર પાસે મૌનપણે બેસી રહી. કુમારે જ્યારે તેની સામે જોયું, તેણે પૂછ્યું :
નાથ, આપ ગહન વિચારમાં ડૂબી ગયા છો... મેં ક્યારેય આપને આવી સ્થિતિમાં જોયા નથી.”
દેવી, ખરેખર હું ગહન વિચારોમાં ડૂબી ગયો છું! મુનિરાજે કહેલી અમારા પૂર્વજન્મની વાતો મારા હૃદયને હચમચાવી રહી છે..”
ક્યારે એ વાત કહી મુનિરાજે?'
ધર્મોપદેશ સાંભળીને જ્યારે માતા-પિતા ચાલ્યાં ગયાં અને તું ઉદ્યાનમાં ફરવા ગઈ હતી ત્યારે એ બધી વાતો થઈ. મુનિરાજ અવધિજ્ઞાની છે અને પૂર્વજન્મના મારા સગા મોટાભાઈ છે! મેં એમને જ્યારે પહેલવહેલા જોયા... મારા હૃદયમાં સ્નેહની સરવાણી ફૂટી નીકળી હતી.. એક અજાણ્યા પુરુષને જોતાંની સાથે સ્નેહ અથવા દ્વેષ જાગે છે. તેની પાછળ પૂર્વજન્મના સંસ્કાર કારણભૂત હોય છે.”
“તો આપણો પણ પૂર્વજન્મનો કોઈ સંબંધ હશે? પહેલી નજરે જ આપ મારા મનમાં વસી ગયા હતા અને આજે પણ મને આપના ઉપર એટલો જ પ્રેમ છે.'
હોઈ શકે પૂર્વજન્મનો કોઈ સંબંધ! કારણ વિના કોઈ કાર્ય બનતું નથી.” કોશલા કુમારની સામે તાકી રહી.
કુમારે ગંભીર અવાજે કહ્યું : “કોશલા, આ મુનિરાજે પૂર્વજન્મમાં મારા ઉપર મહાન ઉપકાર કરેલો... મને એમણે શ્રમણ બનાવેલો... એ શ્રમણ
For Private And Personal Use Only