________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
એક શત અનેક વાત સુગ્રામની બહાર એક પ્રાચીન શિવમંદિર હતું. મંદિરની સામે ગામકૂવો હતો. ભવદેવ મુનિએ શિવમંદિરમાં રાત પસાર કરવાનું વિચાર્યું. શિવમંદિરમાં કોઈ રહેતું ન હતું. મંદિરના એક ભાગમાં તેઓ રોકાઈ ગયા. હવે તેમને કોઈ ધર્મક્રિયા કરવાની ન હતી, કોઈ સ્વાધ્યાય કરવાનો ન હતો. તેમનું મન માતાપિતા.. પત્ની... સ્નેહી... સ્વજનોના વિચારોમાં પરોવાઈ ગયું. ઊંઘ આવતી ન હતી. બેસી બેસીને થાકી જતા ત્યારે મંદિરમાં આંટા મારતા. મંદિરના ઓટલે આવીને સુગ્રામ તરફ મીટ માંડીને જોઈ રહેતા... વળી પાછા પોતાના સ્થાને આવીને બેસી જતા. “ ક્યારે સવાર પડે ને ક્યારે ઘરે જઈને સ્વજનોને મળું?” રાત પૂરી થઈ. પ્રભાત થયું.
ગામની સ્ત્રીઓ પાણી ભરવા કૂવા પર આવવા લાગી. ભવદેવ મુનિ મંદિરના ઓટલા ઉપર બેસી રહ્યા હતા. ગામનાં કોઈ સ્ત્રી-પુરુષ મળે તો એમને ઘરના સમાચાર પૂછીને પછી ઘરે જાઉં.”
સૂર્યોદય થઈ ગયો હતો. દૂરથી બે સ્ત્રીઓને મંદિર તરફ આવતી જોઈ. એક સ્ત્રી આધેડ ઉંમરની હતી. બીજી સ્ત્રી નાની ઉંમરની હતી. નાની ઉંમરની સ્ત્રીના હાથમાં ફૂલોની માળા હતી. બન્ને સ્ત્રીઓ નજીક આવી. ભવદેવ મુનિ તે બન્ને સ્ત્રીઓને જોઈ રહ્યા. બે સ્ત્રીઓએ ભવદેવ મુનિને જોયા. તેમણે મુનિને પ્રણામ કર્યા. ભવદેવ મુનિએ આધેડ ઉંમરની સ્ત્રી સામે જોઈને પૂછયું : “હે પુણ્યશાલિની, આ ગામમાં રહેતા રાષ્ટ્રકૂટ અને રેવતીને તમે જાણો છો? તેઓ કુશળ છે ને?'
પ્રશ્ન સાંભળીને, નીચી દૃષ્ટિએ ઊભેલી નાની ઉંમરની સ્ત્રીએ મુનિની સામે જોયું ને તેણે જવાબ આપ્યો :
હે મહાત્મનું, એ બન્નેનો થોડાં વર્ષ પહેલાં સ્વર્ગવાસ થઈ ગયો છે'. મુનિએ એ સ્ત્રી સામે જોઈને બીજો પ્રશ્ન પૂછ્યો :
તેમની પુત્રવધૂ નાગિલાને તમે જાણતા જ હશો? તેના પતિ ભવદવે, લગ્ન કરીને તરત જ એનો ત્યાગ કર્યો હતો ને એ સાધુ બની ગયો હતો.
હા, તમારી વાત સાચી છે. તમે કોણ છો અને શા માટે આ બધું પૂછો
છો?'
હું? હું જ ભવદેવ છું. (....) નાની ઉંમરની સ્ત્રી ચમકી ગઈ. તેના હાથમાંથી ફૂલની માળા જમીન પર પડી ગઈ. તે વિસ્ફારિત આંખે ભવદેવ મુનિને જોઈ રહી.
For Private And Personal Use Only