________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરદત્ત રાજકુમારનું નામ “સાગરદત્ત' રાખવામાં આવ્યું.
સાગરદત્ત રૂપ-રૂપનો અંબાર હતો. સૌભાગ્યનો ભંડાર હતો. સહુને તે ગમી ગયો...
તેનું શરીર સૌષ્ઠવયુક્ત અને લક્ષણયુક્ત હતું. સાવ નીરોગી શરીર!
પૂર્વજન્મમાં ભવદત્ત મુનિના જન્મમાં) અહિંસા ધર્મનું વિશુદ્ધ પાલન કર્યું હતું. તેના ફળરૂપે આ જન્મમાં બે વાતો જન્મથી મળી-આરોગ્ય અને સૌભાગ્ય!
પૂર્વજન્મમાં સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે મૈત્રીભાવ રાખ્યો હતો, એના પરિણામરૂપે આ જન્મમાં અપૂર્વ લોકપ્રિયતા મળી.
પૂર્વજન્મમાં કોઈ જીવને દુઃખ આપ્યું ન હતું, કોઈનું સુખ ઝૂંટવ્યું ન હતું, એના ફળરૂપે આ જન્મમાં દુઃખ વિનાનું અપૂર્વ સુખ મળ્યું... શ્રેષ્ઠ કોટિના રાજવૈભવ મળ્યા.
કારણ વિના કોઈ કાર્ય કરતું નથી. કોઈ કારણ વર્તમાન જીવનમાં મળી આવે તો કોઈ કારણ પૂર્વજન્મમાં મળી આવે.
સાગરદત્ત જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તેની બુદ્ધિ, તેનું જ્ઞાન, તેની કળાઓ વિકસતી જાય છે. શ્રેષ્ઠ કલાગુરુઓ, પવિત્ર વિદ્યાગુરુઓ પાસે તેનું વિદ્યાધ્યયન ચાલે છે.
તેના વિનય-વિવેક-નમ્રતા-પરાક્રમ-પરોપકાર આદિ અનેક ગુણોને જોઈને રાજા-રાણી પ્રસન્ન બની જાય છે.
બાલ્યકાળ વીતી જાય છે. કિશોરાવસ્થા પણ વીતી જાય છે! સાગરદત્ત યૌવનકાળમાં પ્રવેશે છે. મહાવિદેહ ક્ષેત્રમાં જેમ હમેશાં તીર્થકરો હોય તેમ હમેશાં રાજાઓ હોય. કારણ કે તીર્થંકરો હમેશાં રાજકુળમાં જ જન્મે!
રાજપરિવારોમાં, રાજકુમારી પોતાના વરની પસંદગી સ્વયં કરે. તે માટે રાજા “સ્વયંવર'નું આયોજન કરે. દૂરના અને નજીકના રાજાઓને, રાજકુમારોને સ્વયંવરમાં પધારવા નિમંત્રણ અપાય. તેમનો આદર-સત્કાર થાય... તેમનો પરિચય રાજકુમારીને આપવામાં આવે. જે રાજા કે રાજકુમાર પસંદ પડે તેના ગળામાં રાજ કુમારી વરમાળા આરોપિત કરે.
રાજા વજદત્તની રાજસભામા આવાં સ્વયંવરોનાં નિમંત્રણ આવતાં રહે છે.
For Private And Personal Use Only