________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
ઘટનાચક્ર .
તમે તમે ભવદેવ છો? અહીં કેમ આવ્યા છો?' નાગિલાને મળવા....” "નાગિલાને મળવા? શા માટે તમારે નાગિલાને મળવું છે? એ નાગિલા હું પોતે જ છું.'
તું? તું પોતે નાગિલો છે? ના, ના, તું અસત્ય બોલે છે.”
ભવદેવ મુનિ વિહ્વળ બની ગયા. ચિંતા, આશ્ચર્ય, સંશયની મિશ્ર લાગણીઓ એમના મુખ પર પથરાઈ ગઈ.
નાગિલાએ પોતાની સાથે આવેલી આધેડ ઉંમરની સ્ત્રીના કાનમાં કાંઈક કહ્યું. પેલી સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ. પછી તેણે ભવદેવ મુનિને કહ્યું : “ચાલો, આપણે મંદિરની અંદર બેસીને વાતો કરીએ.'
ભવદેવ મુનિ શૂન્યમનસ્ક જેવા થઈ ગયા. તેઓ નાગિલાની પાછળ મંદિરમાં ગયા. નાગિલાએ કહ્યું ત્યાં બેસી ગયા, નાગિલા વિનયપૂર્વક મુનિની સામે બેસી ગઈ. ભવદેવ મુનિ નાગિલાને જોતા જ રહ્યા, અનિમેષ નયને! નાગિલાના મુખ પર સ્મિત આવી ગયું. તે બોલી :
‘તમે પહેલાં જોયેલી નાગિલાને શોધો છો ને? પરંતુ એ નાગિલા તમને હવે નહીં મળે... હવે તો જે તમારી સામે બેઠી છે એ નાગિલા છે.'
ભવદેવ મુનિ બે ક્ષણ આંખો બંધ કરી, લગ્ન સમયની નાગિલાની કલ્પનામાં ડૂબી ગયો. નાગિલાએ કહ્યું :
“મહાત્મન, તમે સાધુ થઈ ગયા. ચાલ્યા ગયા મને છોડીને, તે પછી ત્રણ વર્ષ તો ઘોર વ્યથામાં ગયાં. તમારા વિરહની પીડા અસહ્ય હતી. પરંતુ તમારાં માતા-પિતાના સ્વર્ગવાસ પછી હું સ્વસ્થ બની ગઈ. મેં તપશ્ચર્યા કરવા માંડી. મેં મનોમન સંકલ્પ કર્યો કે તમે આવશો ત્યારે હું પણ સંસારનો ત્યાગ કરી સાધ્વી બની જઈશ.”
“સાધ્વી બનવામાં શું બાકી રહ્યું છે? નથી રહ્યું રૂપ, નથી રહ્યું યૌવન... નથી કર્યા શણગાર... મારી બધી આશાઓ પર પાણી ફરી વળ્યાં.”
કેવી આશાઓ લઈને આવ્યા છો મુનિરાજ?”
મારી કલ્પનાની નાગિલા સાથે સંસારસુખ માણવાની અને જીવનપર્યત એને સુખ આપવાની.'
સંસાર અને સુખ? આ સંસારમાં ક્યાં સુખ છે? મહાત્મનું, સંસાર દુઃખરૂપ
For Private And Personal Use Only