________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગિલા એનો પ્રેમ અખંડ હતો, અવિચ્છિન્ન હતો. એટલે વારંવાર એની સ્મૃતિમાં ભવદેવ આવી જતો હતો.
સાસુ-સસરા જીવતાં હતાં ત્યારે ઘરમાં અનેકવિધ પ્રવૃત્તિઓ રહેતી એટલે ભવદેવની સ્મૃતિ એટલી બધી સતાવતી ન હતી. હવે ઘરમાં એ એકલી હતી. વ્યવહારની પ્રવૃતિઓ બંધ થઈ ગઈ હતી. લોકોની અવરજવર પણ નહિવત્ થઈ ગઈ હતી. એટલે ભવદેવની સ્મૃતિનો કાળ અસીમિત બની ગયો હતો.
જો ભવદેવ ઘરમાં હોત તો? જો એનો સહવાસ મળ્યો હોત તો? આ વિચારબીજમાંથી અનેક અસંખ્ય સુખદ વિચારો એના મનમાં ઉત્પન્ન થાય છે. એ વિચારોને એ રોકે છે. કોઈ કામમાં પોતાના મનને જોડે છે. વળી પેલા વિચારો શરૂ થઈ જાય છે. પુનઃ એ વિચારોને રોકે છે. મનની આ ગડમથલ ચાલતી રહે છે.
તે દિવસમાં માત્ર એક સમય ભોજન કરે છે, પરંતુ મિષ્ટ અને મધુર ભોજન તે નથી કરતી. તે સ્નાન કરે છે, પરંતુ માથે તેલ નથી નાંખતી, શણગાર નથી કરતી. તે સૂઈ જાય છે પણ ગાદી-તકિયાનો ઉપયોગ નથી કરતી. સાધ્વીની જેમ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે અને વધુ સમય મૌન ધારણ કરે
એક દિવસ વાસુકી અને નાગદત્તે નાગિલાને કહ્યું : “બેટી, જો તારી ઇચ્છા ભવદેવ મુનિનાં દર્શન કરવાની હોય તો અમે તપાસ કરાવીએ. એ જે ગામનગરમાં હશે ત્યાં આપણે જઈશું.”
નાગિલા માતા-પિતાનો પ્રસ્તાવ સાંભળીને વિચારમાં પડી ગઈ. તેણે કોઈ જવાબ ન આપ્યો. વાસુકીએ પૂછ્યું :
બેટી, જવાબ કેમ ન આપ્યો?' મા, હું વિચારીને જવાબ આપીશ.” નાગિલા પોતાના ઓરડામાં ચાલી ગઈ. તેનું હૃદય ભવદેવની સ્મૃતિથી ભરાઈ આવ્યું. તે જમીન પર સૂઈ ગઈ. બે હાથમાં માથું દબાવીને તે પડી રહી. “શું એમનાં દર્શન કરવા જાઉં? આટલાં ત્રણ-ચાર વર્ષ પછી એમનું શરીર કેવું બદલાઈ ગયું હશે? તપશ્ચર્યાથી કાયા કૃશ થઈ ગઈ હશે. મુખ પર ઉદાસી... ગ્લાની... ના, ના, હું એમને જોઈ નહીં શકું. નથી જવું મારે એમની પાસે. અને એ મને જોશે ત્યારે? ચાર વર્ષ પહેલાંની નાગિલા આજે ક્યાં છે?'
For Private And Personal Use Only