________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9. ઘટનાથજી
આચાર્યશ્રી મહિધરસૂરિજીના સ્વર્ગવાસના આઘાતમાંથી માગધ પ્રજા હજુ બહાર નીકળી ન હતી. સમગ્ર શ્રમણાસંઘ હજુ જેમના ગુણાનુવાદ કરતાં થાતો ન હતો, ત્યાં ભવદત્ત મુનિ માંદગીની પથારીએ પડ્યા.
ભવદત્ત મુનિ સ્થવિર મુનિ હતા, ગીતાર્થ મુનિ હતા. સંઘ અને સમાજમાં સુપરિચિત હતા. અનેક શ્રમણોના વિદ્યાગુરુ હતા. અનેક શ્રમણીઓના પ્રેરણાસ્રોત હતા. સદેવ પ્રસન્નવદન અને મધુરભાષી હતા.
તેઓ બીમાર પડ્યા. તેમની સેવામાં અનેક શ્રમણો તત્પર હતા. ભવદેવ મુનિ અપ્રમત્ત ભાવથી સેવા કરી રહ્યા હતા.
ભવદત્ત મુનિના મનમાં એક જ ચિંતા પ્રગાઢ બનેલી હતી. ભવદેવ મુનિના સ્થિરીકરણની, પરંતુ તેઓ જ્ઞાની પુરૂષ હતા. મનનું સમાધાન કરી ચિંતાને દૂર કરી હતી.
તેમને લાગ્યું કે “હવે મારું આયુષ્ય થોડા દિવસનું જ શેષ છે.” તેઓ આત્મભાવમાં સ્થિર થયા. શુદ્ધ આત્મસ્વરૂપના ચિંતનમાં પ્રવૃત્ત થયા. સ્વઆત્માને પરમાત્મ સ્વરૂપે જોવા લાગ્યા. અપૂર્વ આત્માનંદની અનુભૂતિ કરવા લાગ્યા.
આત્મા અને શરીરનું ભેદજ્ઞાન તેઓએ પ્રાપ્ત કરેલું હતું. ભેદજ્ઞાનના માધ્યમથી તેમણે શરીર ઉપરનું મમત્વ તોડેલું હતું. દેહાધ્યાસ, દેહાસક્તિથી તેઓ મુક્ત બનેલા હતા, એટલે શરીરના રોગો, શરીરની પીડા તેમને અસ્વસ્થ કરી શકતી ન હતી. તેઓ કોઈ જ સ્કૂલના વિના આત્મરણતા કરતા હતા. - કાકંદી નગરીનાં હજારો સ્ત્રી-પુરુષો ઉપાશ્રયની બહાર ભેગાં થઈ ગયાં હતાં. સહુ ભવદત્ત મુનિના સ્વાથ્ય માટે મનોમન પરમાત્માને પ્રાર્થના કરી રહ્યાં હતાં. ભવદત્ત મુનિએ અનશન કરી લીધું.
પ્રભાતનો સમય હતો. સ્થવિર મુનિઓએ ભવદત્ત મુનિને અંતિમ આરાધના કરાવવાનો પ્રારંભ કર્યો. બે ઘડી સુધી આરાધના ચાલતી રહી અને પૂર્ણ સમાધિમાં ભવદત્ત મુનિ મૃત્યુ પામ્યા.
ભવદેવ મુનિ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. અન્ય શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકશ્રાવિકાઓ પણ રડી પડ્યાં. સ્થવિર શ્રમણોએ મહાપારિનિષ્ઠાપનિકાનો
For Private And Personal Use Only