________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
એક રાત અનેક વાત છે... મારી માતા છે. આ ગામમાં જ છે ને? એ લોકો મારી પૂરી કાળજી રાખશે.”
નાગિલા એક શ્વાસમાં બોલી ગઈ... પરંતુ તરત જ એને ખ્યાલ આવ્યો કે ગંભીર માંદગીમાં પટકાયેલા સસરા એની વાતને સહી શકશે ખરા? તેણે ખૂબ મૃદુ શબ્દોમાં કહ્યું :
પિતાજી, મારી વાતથી આપને દુઃખ થયું ને? મને ક્ષમા કરજો... મારી ભાવનાને મેં એકદમ પ્રગટ કરી દીધી...'
ના બેટી, તારી વાતથી મને દુઃખ નથી થયું. પરંતુ હર્ષ થયો છે. મારી પુત્રવધૂ મહાસતી છે! સાક્ષાત્ દેવી છે... હું મારી જાતને ધન્ય માનું છું બેટી.. મને તારા જેવી પુત્રવધૂ મળી..” રાષ્ટ્રકૂટ બોલતાં બોલતાં થાકી ગયા. તેમણે આંખો બંધ કરી. બંધ આંખો સામે તેમને ભવદેવ દેખાયો..
નાગિલાએ ઊઠીને રાષ્ટ્રકૂટને દવા આપી. અનુપાન આપ્યું ને તે રેવતીની પથારી પાસે ગઈ. રેવતીનું શરીર સુકાઈને અસ્થિપિંજર બની ગયું હતું. એની આંખો ઊંડી ઊતરી ગઈ હતી. તેનામાં બોલવાની પણ હામ રહી ન હતી. તેણે સૂકી આંખે નાગિલાને જોઈ. નાગિલા પથારી પાસે બેસી ગઈ. રેવતીને ઔષધ આપ્યું, અનુપાન આપ્યું અને ધીરે ધીરે રેવતીના માથે હાથ ફેરવવા લાગી.
ખૂબ જ ધીમા સ્વરે રેવતી બોલી : બેટી, તારા સસરાએ તને કાંઈ કહ્યું?” નાગિલાએ રેવતીના કાન પાસે મુખ રાખીને જવાબ આપ્યો. “હા મા.” તેં હા પાડી?” ના, મા...' કેમ બેટી?' મારૂં મન નથી માનતું... હું તમારા પુત્રને ભૂલી ન શકું.” “પણ... પછી તારું કોણ?' “મા, પછીની ચિંતા ના કરો... મારી રક્ષા ભગવાન કરશે.”
રેવતી નાગિલાને જોતી રહી.. પછી આંખો બંધ કરી નાગિલાના હાથને પંપાળતી રહી.
ત્રણ વર્ષથી નાગિલાને રેવતી-રાષ્ટ્રકૂટ તરફથી નર્યું વાત્સલ્ય.. નર્યો પ્રેમ મળતો રહ્યો હતો. સ્નેહ અને સહાનૂભૂતિનો ધોધ એના હૃદય પર વરસ્યો હતો.
For Private And Personal Use Only