________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યથા હૈયાની...
૨૩ જ રહે છે. કેવી વિચિત્ર છે મારા મનની સૃષ્ટિ? ક્યારેક તો પૂરી રાત મને ઊંધ નથી આવતી. અનંગની તીવ્ર પીડા ઊપડી આવે છે...અને મારી બેચેની માઝા મૂકી દે છે. શું તું કલ્પી શકીશ મારી આ હાલતને?
ખેર, ગમે તેટલી આંતરિક વ્યથા સહેવી પડે, હું સહીશ, પરંતુ જ્યાં સુધી મારા ભાઈ-મુનિરાજ છે ત્યાં સુધી હું આ સાધુવેશમાં જ રહીશ. આ મારો અફર નિર્ણય છે. પછી ભલે વ્યથા-વેદના અસહ્ય બની જાય.... અને પ્રાણ નીકળી જાય..
પ્રાણપ્રિયે, તું ધીર બનીને મારી રાહ જોજે. હું હમેશાં તારા સુખની કામના કરીશ. આવી પડેલા ઘોર દુઃખને સહવાની તને શક્તિ મળે. તેવી પરમાત્માને પ્રાર્થના કરું છું. - કદાચ.. આ સાધુવેશમાં સુગ્રામનગરમાં આવવાનું નહીં બને... અમારો વિહાર એ બાજુ નહીં થાય. તે છતાં ભવિષ્ય અંગે હું કાંઈ જ જાણતો નથી...”
વિચારોમાં રાત્રિના ત્રણ પ્રહર વીતી ગયા હતા. ચોથા પ્રહરનો પ્રારંભ થયો હતો. ભવદેવ મુનિએ પાસે જોયું તો ભવદત્ત મુનિ ઊભા હતા. ભવદેવા મુનિ ઊભા થયા... ભાઈ-મુનિરાજનાં ચરણોમાં મસ્તક મૂકી દીધું.
ભવદત્ત મુનિનાં ચરણો ભીંજાઈ રહ્યાં હતાં.
For Private And Personal Use Only