________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
વ્યથા હેયાની...
કેવું એનું રૂપ... કેવા એના ગુણ... કેવું હતું એનું સમર્પણ! મન-વચનકાયાથી એ મને સમર્પિત હતી. થોડા કલાકોનો જ એનો પરિચય.. પણ એટલા ટૂંકા પરિચયમાં એણે મારું દિલ જીતી લીધું હતું.
થોડા કલાકોમાં એ તો થોડી ક્ષણો જ બોલી હતી. મેં જ મારા હૃદયના ભાવ કલાકો સુધી વ્યક્ત કર્યા હતા. મારાં વચનો પર એના મનમાં ગાઢ વિશ્વાસ બેઠો હતો. અને મેં પણ એને એકેય વાત ક્યાં ખોટી કહી હતી? મારું હૃદય નિખાલસ હતું. મેં એને જે કહ્યું હતું... એ હું જરૂર કરી બતાવત, હું એને ક્યારેય દગો ન દેત.
જો અમારાં કર્મ અનુકૂળ હોત તો અમે અમારા સંસારને સ્વર્ગ બનાવત... જરૂર બનાવત,
દેવી, તું મારા અપરાધની ક્ષમા આપીશ? મેં તારો ઘોર અપરાધ કર્યો છે પણ જાણીબૂજીને મેં અપરાધ નથી કર્યો. શું કરું? એવું જ કાંઈક બની ગયું અચાનક... ભાઈ મુનિરાજ પ્રત્યેની લાગણીના પ્રવાહમાં હું વહી ગયો.. એ ક્ષણે મને તારો વિચાર જ ન આવ્યો. પછી તો ક્ષણે ક્ષણે તારી સ્મૃતિ આવી રહી છે.
તારા મનમાં મારા માટે કેવા કેવા વિચાર આવતા હશે? અને મારા વિના.... તારી કેવી કફોડી હાલત થઈ ગઈ હશે? રોઈ રોઈન તારી આંખો સુજી ગઈ હશે... તારી સુકોમળ કાયા ચીમળાઈ ગઈ હશે.. વ્યથા અને વેદનાથી તારૂં મન ભરાઈ ગયું હશે. બધી જ આશાઓના.... ચણેલા મિનારાઓ તૂટી પડયા... પ્રિયે, આપણું કલ્પનાનું સ્વર્ગ મભૂમિમાં બદલાઈ ગયું
તે છતાં પ્રિયે, તું ભાઈ–મુનિરાજ પર નારાજ ન થઈશ. હું પણ એમના પર નારાજ નથી. એમનો આશય પવિત્ર હતો. અને એ તો મહા વિરક્ત આત્મા છે.. ભૂલ મારી છે. મેં અવિચારી નિર્ણય કરી લીધો.
મારા પ્રત્યે પણ તું નારાજ ન થઈશ. તને દુઃખી કરવાનો મને વિચાર પણ નથી આવ્યો... તારો ત્યાગ આ જનમમાં તો નહીં, કોઈ જનમમાં હું કરું નહીં. અને મારા હૃદયમાંથી તારો ત્યાગ ક્યાં કર્યો છે? તું મારા હૃદયમાં છે ને રહીશ. દેવી, તું મારી છે ને હું તારો છું... એમાં તું ક્યારેય શંકા ન કરીશ.
એક દિવસ હું તારી પાસે આવીશ, જરૂર આવીશ. આમ તો હમણાં જ આવી જાઉં. પરંતુ હમણાં આવું તો ભાઈ-મુનિરાજ દુઃખી થાય, સાધુ સમાજમાં
For Private And Personal Use Only