________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત
૨૨
એમની અપકીર્તિ થાય... ના, હું એવું ના કરી શકું. ભલે મારે દુઃખ સહેવું પડે... હૃદયમાં વ્યથા ભરીને જીવવું પડે... પરંતુ ભાઈ-મુનિરાજને હું દુ:ખી નહીં કરી શકું.
હા, જ્યારે ભાઈ-મુનિરાજનું આયુષ્ય પૂર્ણ થઈ જશે, ત્યારે હું તારી પાસે દોડી આવીશ... ત્યાં સુધી હે પ્રિયે, તું ધીરજ રાખજે. મારી રાહ જોજે. હા, હું તારી પાસે જ ચાલ્યો આવીશ.
હું સમજું છું કે આ શ્રમણજીવન શ્રેષ્ઠ જીવન છે, પરંતુ આ જીવન જીવવા માટે હું લાયક નથી. આ જીવન વૈરાગી મનુષ્યો માટે છે, હું વૈરાગી નથી. આ જીવન ત્યાગવીર પુરુષો માટે છે, હું ભોગી છું... વિષયપિપાસુ છું. મારા માટે આ જીવન ઉપયુક્ત નથી... શું કરું? પરિસ્થિતિવશ આ જીવન સ્વીકારવું પડ્યું છે. જેની ખાતર આ જીવન સ્વીકાર્યું છે, એની ખાતર મારે આ જીવન જીવવું પડશે... એમના જીવનકાળપર્યંત જ જીવવું પડશે... પછી આ જીવન સાથે મારે કોઈ નિસ્બત નહીં રહે. મારે નિસ્બત છે મારી પ્રિયતમા સાથે...
જ્યારે નીરવ રાત્રિમાં મારી આસપાસ શ્રમણો ધર્મધ્યાનમાં નિમગ્ન હોય છે, ત્યારે હું પ્રિયે! તારા ધ્યાનમાં લીન હોઉં છું. મારે ધ્યાન કરવું પડતું નથી, ધ્યાન થઈ જાય છે. હા, ક્યારેક મારી માતાના ધ્યાનમાં પણ ખોવાઈ જાઉં છું ખરો.
બધા શ્રમણોની સાથે હું ધર્મ ક્રિયાઓ કરૂં છું, પરંતુ મારૂં મન એ ક્રિયાઓમાં લાગતું નથી. મારૂં મન તો દેવી! તારામાં જ રમ્યા કરે છે... શું કરૂં ? બંધનોમાં જકડાઈ ગયો છું. સાચું કહું છું... મહાવ્રતો મને બંધનરૂપ લાગે છે... મારૂં મન અકળાય છે... મૂંઝાય છે.
ક્યારેક મને લાગે છે કે મારા ભ્રાતા-મુનિરાજ મારી આવી સ્થિતિ જોઈને મનમાં દુઃખી થાય છે... મારી ઉદાસી તેમને મૂંઝવે છે. તેઓ મને કાંઈ કહેતા નથી... છતાં ઊંડે-ઊંડે તેઓ પોતાની ભૂલનો પસ્તાવો કરતા હોય, એમ મને લાગે છે. ત્યારે મારૂં મન દુઃખી થઈ જાય છે. મારાથી તેમનું દુઃખ જોવાતું નથી. એટલે હું તેમને મારા મનની કોઈ વાત જ કરતો નથી.
ખરેખર, તેઓ મહાન આત્મા છે. ભીતરમાં વિરક્તિ અને બહારથી પ્રસન્ન! તેઓ મહાન જ્ઞાનીપુરુષ છે. અનેક શ્રમણીને તેઓ જ્ઞાનદાન આપે છે. એમના ગુણવૈભવ પર ઓવા૨ી જાઉં છું.
હું
હમેશાં તેઓના સાંનિધ્યમાં ૨હેવા છતાં, હે પ્રિયે! મારૂં મન તો તારી પાસે
For Private And Personal Use Only