________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવદર મુનિ
૨૭ જરૂર અવતરશે. એ તીર્થકરોનો અનુગ્રહ પામશે.... એનામાં મૌલિક ગુણોની યોગ્યતા છે. ગુણવાન જીવાત્મા ક્યારેક ને ક્યારેક પરમાત્મકૃપાને પાત્ર બને જ
ભવદેવ ગુણવાન છે, સંયમશીલ છે, સત્ત્વશીલ છે, નહીંતર એ અનિચ્છાએ મહાવ્રતોનું પાલન ન કરી શકે. કઠોર પ્રતિજ્ઞાઓનું પાલન ન કરી શકે.
એક વાત નિશ્ચિત છે; ઇચ્છા વિના પણ વચન-કાયાથી કરેલું મહાવ્રતોનું પાલન, સુખદાથી જ બને છે, નિષ્ફળ નથી જ જતું.. આ દૃષ્ટિએ ભવદેવનું મેં અહિત તો નથી કર્યું... મેં એને અયોગ્ય માર્ગે તો નથી વાળ્યો. એ ભલે આજે ન સમજે, પરંતુ હું એને સુખના માર્ગે લઈ આવ્યો છું. માર્ગ સારો છે, સાચો છે, નિષ્પાપ છે... “ભાઈ... વન્સ... ભવદેવ, તું વ્યથામુક્ત થઈને, શાન્ત ચિત્ત વિચારીશ તો તને જરૂ૨ આ ચારિત્રમાર્ગ સુખરૂપ લાગશે. ઇન્દ્રિયોની પરવશતાથી મુક્ત થઈને ચિંતન કરીશ તો તને આ સંયમપંથ જ સાચો શાન્તિપથ લાગશે.
પરંતુ તે આ વાત આજે નહીં વિચારી શકે, તારો દોષ નથી. તને આ પ્રકારનું જ્ઞાન નથી મળ્યું, સંસ્કારો નથી મળ્યા. તને સમજણ મળી છે સંસારનાં વૈિષયિક સુખોની. તારી સુખની કલ્પના ઇન્દ્રિયોના પ્રિય વિષયો સાથે બંધાયેલી છે! બસ, તેં એ સુખોનો ત્યાગ કરી દીધો માત્ર મારા ખાતર...! મારા વચનની ખાતર...! જરાય ખચકાયા વિના, ગભરાયા વિના તે ગુરુદેવને કહી દીધું - 'હા ગુરુદેવ, હું દીક્ષા લેવા આવ્યો છું...”
તો હે વત્સ, જેમ મારા વચનને સત્ય સ્થાપિત કરવા તે સંસારનાં સુખો ત્યજી દીધાં, તેમ તારા આત્માનો ઉદ્ધાર કરવા માટે તું તારા મનથી એ સુખોનો ત્યાગ ન કરી શકે? જો મનથી દુનિયાને વિસ્મૃતિના દરિયામાં ફેંકી દે તો તું પરમ આનંદ અનુભવી શકે આ જીવનમાં.
શું તું વાત્સલ્યમૂર્તિ માતાને ભૂલી શકે? શું તું ઉદારચેતા પિતાને ભૂલી શકે? પ્રેમના સાગર જેવી નવોઢા પત્નીને ભૂલી શકે? શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં સુખો વિના આનંદથી જીવી શકે? એ સુખોને ભૂલી શકે? શરીરનો મોહ ત્યજી શકે? જેનો તેં ત્યાગ કર્યો છે, તે બધાં તરફનું મમત્વ છોડી શકે? વત્સ, જો તું મમત્વ ત્યજી દે તો તારો બધો વિષાદ પલવારમાં દૂર થઈ જાય. તારું મન પ્રફુલ્લિત થઈ જાય.. તું ભાવચારિત્રી બની જાય.
ખેર, મને એક વાતનો તો વિશ્વાસ છે કે તું શ્રમણજીવન ત્યજીને ગૃહવાસમાં તો નહીં જ જાય. ઇન્દ્રિયોના આવેગો ઉપર સંયમ રાખવાનું તારું સત્ત્વ છે.
For Private And Personal Use Only