________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યથા હૈયાની...
૧૯
ઝૂરી ઝૂરીને જીવનયાત્રા પૂરી થશે? આવું જીવન જીવવાનો અર્થ શો? કોના માટે જીવવાનું? .
મેં એવાં કેવાં પાપ કર્યાં હશે મારા પૂર્વજન્મોમાં? મેં ઘણી વાર ધર્મકથાઓમાં સાંભળ્યું છે કે પૂર્વજન્મોમાં કરેલાં પાપો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે દુ:ખ આવે છે. હા, આ જીવનમાં તો મેં એવું કોઈ પાપ કર્યું નથી. મારૂં કૌમાર્ય અભંગ છે. મેં જાણીબૂજીને કોઈને દુઃખ આપ્યું નથી... જરૂ૨ પૂર્વજન્મોનાં પાપ ઉદયમાં આવ્યાં છે.
અમારું લગ્ન ન થયું હોત, એકબીજા પ્રત્યે તીવ્ર પ્રેમ ન થયો હોત. ને એ શ્રમણ બની ગયા હોત અથવા હું શ્રમણી બની ગઈ હોત... તો કોઈ દુ:ખ ન
લાગત.
શું કરૂં ? અંધારી રાતે એકલી ચાલી નીકળું કોઈને કહ્યા વિના? તને ગામનગરોમાં શોધતી શોધતી આવું તારી પાસે? પરંતુ આવીને શું કરીશ? માતાજી કહે છે કે જૈન શ્રમણ સ્ત્રીને સ્પર્શ નથી કરતા. રાગથી સ્ત્રીની સામે પણ નથી જોતા... હું આવું તારી પાસે, અને તું સ્નેહભરી આંખે મને જુએ પણ નહીં... તો તો ત્યાં જ મારા પ્રાણ નીકળી જાય... અને કદાચ, તારા નિયમો... બંધનોના કારણે તને મારૂં આગમન ના ગમે તો?
જૈન શ્રમણોના નિયમો ઘણા આકરા હોય છે, એમ મને માતાજીએ કહ્યું. તું કેવી રીતે પાળીશ એ બધા નિયમો? અનિચ્છાએ નિયમો પાળવા દુષ્કર હોય છે... નહીંતર તું શું અહીં ના આવી શકે? નહીં આવી શકાતું હોય... ખેર, તું તારા મનને સમજાવીને સ્વસ્થ રહેજે... તારી નાગિલા તારી જ રહેશે; એ તું નક્કી સમજજે. આ તન-મન ઉપર તારો જ અધિકાર રહેશે.
ભવદેવ મુનિ ઃ
મેં ભ્રાતા-મુનિરાજનો વિચાર કર્યો... ‘એમનું વચન મિથ્યા ન થવું જોઈએ...’ અને મેં સાધુતા સ્વીકારી લીધી... મેં મારી માતાનો વિચાર ન કર્યો, પિતાનો વિચાર ન કર્યો... અત્યંત સ્નેહથી ભરેલાં માતા-પિતા, મારા વિના કેવાં દુ:ખી દુ:ખી થઈ ગયાં હશે? મારે એમના સ્નેહભર્યા હૈયાનો વિચાર કરવો જોઈતો હતો.
અને, નાગિલાનો વિચાર પણ મેં ના કર્યો... મને એ સમયે બીજું કાંઈ જ યાદ ન આવ્યું... મારી સામે માત્ર ભાઈ-મુનિરાજ હતા... અલબત્ત, મને તેમના પ્રત્યે પ્રેમ છે, ક્તિ છે... પરંતુ મારે આવો નિર્ણય નહોતો કરવો
For Private And Personal Use Only