________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3. વ્યથા હૈથાની...
રાષ્ટ્રકૂટ :
બેટા ભવદેવ, તેં આ શું કર્યું? તેં તારા આ વૃદ્ધ પિતાનો વિચાર ના કર્યો, વાત્સલ્યભરી તારી માનો વિચાર ના કર્યો... અરે, રૂપવતી... ગુણવતી... કોડભરી મારી પુત્રવધૂનો પણ વિચાર ના કર્યો?
શું તારા મનમાં ઊંડે ઊંડે વૈરાગ્ય ભરેલો હતો? બેટા, તેં મને ક્યારેય વાત પણ નથી કરી. તેં તારી માને પણ તારા વૈરાગ્યની જાણ નથી થવા દીધી. શું તું તારા વડીલ શ્રાતાની રાહ જોતો હતો? મારા ભ્રાતા-મુનિવર પધારશે ત્યારે હું ગૃહવાસ ત્યજી દઈશ.” શું આવો તારો સંકલ્પ હતો?” - વત્સ, તારા પ્રત્યે તારા આ પિતાને કેટલો મોહ છે, તે શું તું નથી જાણતો? તારો લગ્નોત્સવ મેં કેવા ઉલ્લાસથી કર્યો? મહોત્સવનો હર્ષ હજુ હૃદયસાગરમાં ઊછળતો જ હતો. ત્યાં અચાનક એ સાગરમાં ઓટ આવી ગઈ. હૃદય કેવું વિદનાથી વલુરાય છે બેટા, તું સમજી શકીશ? કેવી રીતે સમજી શકીશ? વિરાગી મનુષ્ય... રાગીની વ્યથા કેવી રીતે જાણે? જાણે. તો પણ તેના હૃદયમાં સહાનુભૂતિ ન જન્મે.
વત્સ, હું ચારિત્રધર્મ સારો માનું છું. મુક્તિ પામવાનો એ જ એક શ્રેષ્ઠ માર્ગ છે... અને એટલે તો મેં ભવદત્તને એ માર્ગે જવા અનુમતિ આપી હતી. તે પણ જો અનુમતિ માંગી હોત તો....? ના ના, તને કદાચ હું અનુમતિ ન આપી શકત... એમાંય લગ્ન પછી તો અનુમતિ આપવાનો પ્રરન જ ન રહેત...
બેટા, સંયમધર્મને હું ઉપાદેય માનું છું... છતાં એને ગ્રહણ કરવા હું ક્યાં સમર્થ છું? જેટલું સારું માનીએ, સાચું માનીએ એ બધું જીવનમાં જીવવું સરળ નથી. એમાંય મારા જેવા નિ:સત્વ જીવ માટે તો અસંભવ છે.. તું બેટા, સત્ત્વશીલ નીકળ્યો... અચાનક... તે ગૃહવાસ ત્યજી દીધો..
શું તારા અગ્રજ મુનિરાજે તારા હૃદયમાં વૈરાગ્ય પેદા કરી દીધો? શું એમની પ્રેરણાએ તારામાં અપૂર્વ સત્ત્વનો સંચાર કરી દીધો? કે પછી. અગ્રજનો અનુરાગ તને એ માર્ગે ખેંચી ગયો?
તારા વિના આ ઘર સૂનું સૂનું થઈ ગયું છે. સર્વત્ર ઉદાસી છવાઈ ગઈ છે. તારી માતાની હાલત તો મારાથી જોઈ શકાતી નથી... હજુ એને આશ્વાસનના
For Private And Personal Use Only