________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત અવશ્ય!” ભવદત્ત મુનિ મક્કમ સ્વરે બોલ્યા.
મગધમાં ગુરુદેવ વિહાર કરશે, મને આજ્ઞા આપશે તો તમારી આ મનોરથ પૂર્ણ કરીશ. હું કોઈ પણ કાર્ય ચારે બાજુનો વિચાર કરીને કરું છું.'
એક મુનિરાજ બોલ્યા : “એ તો હવે સમય આવ્યે ખબર પડશે! સાધુએ પુખ્ત વિચાર કરીને બોલવું જોઈએ.”
“હું પુખ્ત વિચાર કરીને જ કહું છું... છેવટનો નિર્ણય તો ગુરુદેવે કરવાનો
ચર્ચાનો અંત લાવતાં ગુરુદેવે કહ્યું : “આપણે જ્યારે મગધમાં વિચરીશું ત્યારે આ અંગે વિચારીશું.'
સાધુઓ પોતપોતાની દિનચર્યામાં ગૂંથાઈ ગયા. ભવદત્ત મુનિની કલ્પનાસૃષ્ટિમાં લઘુભ્રાતા ભવદેવ સાકાર થયો.
“મારો નાનો ભાઈ વિનીત છે. મારા પ્રત્યે એનો અપૂર્વ અનુરાગ છે... અમે સાથે રમેલા છીએ, સાથે જંગલોમાં રખડેલા છીએ... તળાવમાં સાથે કરેલા છીએ... ક્યારેક ઝગડી પણ પડતા. પરંતુ મને એના વિના ન ચાલતું, એને મારા વિના ન ચાલતું... એ તો મેં જોયું હતું ને.... જ્યારે મેં ગૃહવાસનો ત્યાગ કર્યો... ત્યારે તે કેવો રહ્યો હતો? રડી રડીને એની આંખો સૂજી ગઈ હતી... અને પછી પણ જ્યારે ગુરુદેવની સાથે “સુગ્રામમાં ગયો હતો ત્યારે મને જોઈને તે કેવો આનંદવિભોર થઈ ગયો હતો...! એ તો મેં એને એ વખતે ગૃહવાસ ત્યજીને દીક્ષા લેવાનો ઉપદેશ નહોતો આપ્યો.. એનામાં ભલે વૈરાગ્ય નહીં હોય, પરંતુ મારા પ્રત્યે અનુરાગ તો છે જ! હું એ અનુરાગના માધ્યમથી દીક્ષા આપીશ.... ગૃહવાસનો ત્યાગ કરાવીશ. સાધુઓની વચ્ચે ઉચ્ચારેલું વચન પાળી બતાવીશ.. મારું વચન મિથ્યા નહીં થવા દઉં...!'
આચાર્યદેવે મુનિ પરિવાર સાથે મગધ દેશ તરફ વિહાર કર્યો. સુગ્રામનગરમાં શ્રેષ્ઠી રાષ્ટ્રકૂટ ભવદેવનો લગ્નોત્સવ આયોજિત કર્યો છે. તે જ નગરના શ્રેષ્ઠી નાગદત્ત અને એમની ધર્મપત્ની વાસુકીની પુત્રી નાગિલા સાથે ભવદેવનું લગ્ન થયું છે.
ભવદત્ત મુનિ નથી જાણતા કે ભવદેવનું લગ્ન થઈ ગયું છે. ગુરુદેવની અનુમતિ લઈને તેઓ સુગ્રામ નગરે આવે છે. જે દિવસે તેઓ સુગ્રામ નગરમાં પહોંચ્યા એ જ દિવસે લગ્નોત્સવ પૂર્ણ થયો.
For Private And Personal Use Only