________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવદેવ
૧૧.
“અને સરોવરની પાળે બેસીને હું વાંસળી વગાડતો ત્યારે તું મારી સામે ટગરટગર જોઈ રહેતો હતો. અને મને કહેતો હતો “કેવી સરસ તમે વાંસળી વગાડો છો ભાઈ... જુઓ આ ગાયો પણ તમારી વાંસળી સાંભળીને અહીં દોડી આવી છે!”
“જ્યારે વરસાદ આવતો, આ કપૂર જેવી રેતી જામી જતી ત્યારે આપણે આ માટીનાં ઘર બનાવતા! ક્યારેક તમારું ઘર હું તોડી નાંખતો ત્યારે...”
હું તને મારી બેસતો. તે રોતો. પછી હું તને મનાવતો... અને પછી આપણે હસતા-રમતા ઘરે જતા!” ‘પછી મા આપણને લાડ-પ્રેમથી ભોજન કરાવતી.” “હા, તને દૂધ ભાવતું નહીં... મા તને સમજાવી પટાવીને દૂધ પિવડાવતી!” પેલા આપણી શાળાના પંડિત.. શું નામ હતું તેમનું?” ચન્દ્રમૌલી?” “હા, તે જીવે છે કે સ્વર્ગવાસી થયા? આપણા બંને પર એમને ખૂબ પ્રેમ હતો, નહીં?
હા, તેઓ ગયા વર્ષે જ સ્વર્ગવાસી થઈ ગયા... છેલ્લી અવસ્થામાં તેમની સેવા કરનાર કોઈ ન હતું... પિતાજીએ ખૂબ સહાયતા કરી હતી.”
પૂર્વાવસ્થાનાં સંસ્મરણો મનુષ્યને ગમતાં હોય છે. એમાંય જ્યારે ઘણાં વર્ષે સ્વજન મળે ત્યારે એ સંસ્મરણો વાગોળવાનો આનંદ અપૂર્વ હોય છે. ભવદેવ, ભવદત્ત મુનિની સાથે વાતોમાં એવો લીન બની ગયો કે એક ગાઉ ચાલીને ક્યારે ઉપાશ્રયની પાસે આવી ગયા તેની ખબર જ ન પડી.
ઉપાશ્રયની બારીએથી સાધુઓએ ભવદત્ત મુનિને ભવદેવ સાથે આવતા જોયા. અનેક તર્ક-વિતર્કો કરવા લાગ્યા.
સાથે આવ્યો છે તે યુવક ભવદત્ત મુનિનો ભાઈ લાગે છે...” હા, જુઓને બન્નેની મુખાકૃતિ મળતી આવે છે...” “દીક્ષા આપવા જ ભાઈને લાવ્યા હશેને?”
એ તો શી ખબર? હમણાં ગુરુદેવ પાસે આવશે એટલે ખબર પડશે!' ‘ભાઈ છે તો રૂડો રૂપાળો!' રૂડો રૂપાળો હોય એટલે દીક્ષા લઈ લે, એમ?”
For Private And Personal Use Only