________________
૧૩
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ટીકાર્ચ -
નિસ .. રૂતિ | નિસર્ગથી અથવા અધિગમથી સમ્યક્ત ઉત્પન્ન થાય છે. ત્યાં નિસર્ગ, સ્વભાવ, ગુરુઉપદેશાદિ નિરપેક્ષ એ પ્રકારનો ભાવ છે-એ પ્રકારનો નિસર્ગ શબ્દનો અર્થ છે. અધિગમ, ગુરુઉપદેશ, યથાવસ્થિત પદાર્થનો બોધ એ પ્રકારનો અર્થ છે=એ પ્રકારનો અધિગમ શબ્દનો અર્થ છે. તે આ પ્રમાણે યોગશાસ્ત્ર ગ્રંથની વૃત્તિમાં છે –
“અનાદિ અનંત સંસારના આવર્તવર્તી એવા જીવોમાં જ્ઞાનની અને દૃષ્ટિની આવૃત્તિજ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મોની ૩૦ કોટાકોટી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ગોત્રકર્મ અને નામકર્મની ૨૦ કોટાકોટી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને મોહનીય કર્મની ૭૦ કોટાકોટી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. I૧-રા
તેથી=૭ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિથી, પર્વત પરથી પડતા પથ્થરના ઘોલનના વ્યાયથી સ્વયં એક કોટાકોટી સાગરોપમથી ચૂન પ્રત્યેકની સ્થિતિ ક્ષય પામે છે–સાત કર્મની સ્થિતિ ક્ષય પામે છે. સા.
શેષ એવી સાગરોપમની અંતઃકોટાકોટી સ્થિતિ હોતે છતે અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ હોતે છત, સર્વ જીવો યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિદેશને પ્રાપ્ત કરે છે. કાષ્ઠાદિની જેમ સર્વદા દુરુચ્છેદ, દઢતર, દુર્ભેદ એવો રાગ-દ્વેષનો પરિણામ ગ્રંથિ કહેવાય છે. પાં વળી ગ્રંથિદેશને સંપ્રાપ્ત થયેલા ફરી રાગાદિથી પ્રેરિત એવા તે ચારગતિવાળા જીવો પણ ઉત્કૃષ્ટ બંધયોગ્ય થાય. lisi
વળી તેઓમાં જે ભાવિભદ્રા શરીરવાળા ભવ્યો શ્રેષ્ઠ વીર્યનું આવિષ્કરણ કરીને અપૂર્વકરણ કરે છતે સહસા દૂરતિક્રમ એવી તે ગ્રંથિનું અતિક્રમણ કરે છે. જેમ મહામાર્ગની અતિક્રાન્ત એવી ઘટ્ટભૂમિનું મુસાફરો અતિક્રમણ કરે છે. ૭-૮ી.
હવે અનિવૃત્તિકરણથી અંતઃકરણ કરાયે છતે મિથ્યાત્વની લતામાં અંતર કરાયે છતે, અગ્રથી જે વેદનીય એવું મિથ્યાત્વ વિરલ કરે છે–મિથ્યાત્વના દળિયા ખાલી કરે છે. III
જીવો જે આન્તર્મુહૂતિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે એ નિસર્ગહેતુક સમ્યફશ્રદ્ધાન કહેવાય છે. ૧૦ના ગુરુ ઉપદેશનું આલંબન કરીને સર્વ પણ જીવોને વળી જે સમ્યફશ્રદ્ધાન છે તે અધિગમથી થનારું બીજું છે. II૧૧II
યમ અને પ્રશમનું જીવાતુ=પાંચ મહાવ્રતોરૂપ યમ અને પ્રશમને જીવાડનાર જ્ઞાન-ચારિત્રનું બીજ છે. તપ-શ્રુતાદિનો હેતુ એવું સમ્યગ્દર્શન કહેવાયું છે. I૧૨ાા
ચારિત્ર અને જ્ઞાનથી રહિત પણ દર્શન ગ્લાધ્ય જ છે. વળી, મિથ્યાત્વવિષથી દૂષિત જ્ઞાન-ચારિત્ર લાધ્ય નથી. II૧૩il
ખરેખર જ્ઞાન-ચારિત્રથી હીન પણ શ્રેણિક સમ્યગ્દર્શનના માહાભ્યથી તીર્થંકરપણાને પ્રાપ્ત કરશે એ પ્રમાણે સંભળાય છે." ૧૪ (યોગશાસ્ત્ર શ્લોક-૧/૧૭ ટકા)
તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.