________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
પૂર્વે એકભવમાં શ્રેતાદિને આશ્રયીને થતા આકર્ષની સંખ્યા બતાવી. હવે અનેક ભવોને આશ્રયીને એક જીવને આકર્ષ દ્વારા શ્રુતાદિ કેટલી વખત પ્રાપ્ત થઈ શકે ? તે બતાવતાં કહે છે –
કોઈ જીવને જિનવચનાનુસાર શ્રુતજ્ઞાન થયું હોય, સમ્યક્ત થયું હોય કે દેશવિરતિ ગુણસ્થાનકની પ્રાપ્તિ થઈ હોય તેઓ તે કૃતાદિ પ્રાપ્ત થયા પછી તે શ્રુતાદિથી પાત પામે અને ફરી તે શ્રુતાદિને પ્રાપ્ત કરે તો તે કૃતાદિની પ્રાપ્તિ ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજાર વખત થાય છે અર્થાત્ સંસારમાં જીવ ભમે ત્યાં સુધીમાં તે શ્રુતાદિથી પાત અને ફરી તેની પ્રાપ્તિ અસંખ્યાત હજાર વખત થાય છે અને સર્વવિરતિની પ્રાપ્તિ હજાર પૃથકત્વ થાય છે=૨૦૦૦થી ૯૦૦૦ વખત થાય છે.
તેથી એ પ્રાપ્ત થાય કે એક જીવને એક ભવને આશ્રયીને સર્વવિરતિની પ્રાપ્તિ આકર્ષ દ્વારા શતપૃથફત્વ થતી હતી તે અનેકભવને આશ્રયીને વિચારીએ તો તે જીવને ઉત્કૃષ્ટથી હજાર પૃથકત્વ વખત પ્રાપ્ત થઈ શકે છે. એક જીવના અનેક ભવને આશ્રયીને આટલા આકર્ષો જ્ઞાતવ્ય છે.
હવે પાંચ સમ્યક્ત કયા-કયા ગુણસ્થાનકમાં હોય છે ? તે બતાવતાં કહે છે – ૧. સાસ્વાદન સમ્યક્ત બીજા ગુણસ્થાનકમાં હોય છે.
૨. પથમિક સમ્યક્ત ચોથા ગુણસ્થાનકથી માંડીને આઠ ગુણસ્થાનક સુધી હોય છે અર્થાત્ અગિયારમા ગુણસ્થાનક સુધી હોય છે.
૩. ક્ષાયિક સમ્યક્ત ચોથા ગુણસ્થાનકથી માંડીને અગિયાર ગુણસ્થાનક સુધી હોય છે અર્થાત્ અયોગી ગુણસ્થાનક સુધી હોય છે.
૪. વેદક સમ્યક્ત ચોથા ગુણસ્થાનકથી માંડીને ચાર ગુણસ્થાનક સુધી હોય છે અર્થાત્ સાતમા ગુણસ્થાનક સુધી હોય છે.
૫. ક્ષાયોપથમિક સમ્યક્ત ચોથા ગુણસ્થાનકથી માંડીને ચાર ગુણસ્થાનક સુધી હોય છે અર્થાત્ સાતમા ગુણસ્થાનક સુધી હોય છે.
હવે સમ્યક્ત પ્રાપ્ત થયા પછી કર્મની સ્થિતિ કેટલી ઘટવાથી ઉપર - ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે ? તે બતાવે છે –
સમ્યત્વ પ્રાપ્ત થયે છતે જે અંતઃકોટાકોટી કર્મની સ્થિતિ છે તે કર્મની સ્થિતિમાંથી પલ્યોપમ પૃથકત્વ=ર થી ૯ પલ્યોપમ, કર્મની સ્થિતિ ઘટે ત્યારે તે જીવ શ્રાવક થાય છે. શ્રાવક થયા પછી સંખ્યાતા સાગરોપમ કર્મની સ્થિતિ ઘટે તો સર્વવિરતિચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્રની પ્રાપ્તિને અપેક્ષિત કર્મની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ કર્મની સ્થિતિ ઘટે તો ઉપશમશ્રેણીની પ્રાપ્તિ થાય છે અને ઉપશમશ્રેણીની પ્રાપ્તિ માટે અપેક્ષિત કર્મની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ કર્મની સ્થિતિ ઘટે તો ક્ષપકશ્રેણી પ્રાપ્ત થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે સત્તામાં રહેલી કર્મની સ્થિતિ જેમ જેમ ઘટે છે તેમ તેમ ભાવમલ ઘટે છે અને ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આથી જે જીવોમાં સમ્યક્તની પ્રાપ્તિ માટે અપેક્ષિત અંતઃકોટાકોટી