________________
૧૪૪
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ તેમાં દૃષ્ટાંત આપે છે –
કોઈ પુરુષ સંગીતમાં વિચક્ષણ હોય, યુવાન હોય, સ્ત્રીથી યુક્ત હોય અને તેને સંગીત સાંભળવાની ઉત્કટ ઇચ્છા થઈ હોય તે વખતે શ્રેષ્ઠ એવું કિન્નરનું ગેય સાંભળવા મળે તો તે પુરુષ અતિઆદરપૂર્વક તેને શ્રવણ કરે છે. આના કરતાં પણ અધિક ધર્મ સાંભળવાનો રાગ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. તે ધર્મશ્રવણની ક્રિયા માત્ર ધર્મશ્રવણ કરીને શાંત થાય તેવી નથી પરંતુ અવશ્ય સદ્ધોધનું કારણ બને તેવા માર્ગાનુસારી ઊહથી યુક્ત હોય છે.
આનાથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિ જીવોને ચાર ગતિના પરિભ્રમણરૂપ સંસાર અતિ વિષમ જણાય છે. તેમાંથી તરવાનો ઉપાય માત્ર ધર્મનું સેવન છે તેવી સ્થિરબુદ્ધિ હોય છે અને તે ધર્મનો પરમાર્થ શું છે ? તેને જાણવાની ઉત્કટ ઇચ્છા હોય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવો પોતાના સંયોગ અનુસાર જે ધર્મશ્રવણની સામગ્રી મળે તેનાથી શક્ય યત્ન કરીને અવશ્ય ધર્મ સાંભળે છે અને તેઓની ધર્મશ્રવણની ક્રિયા માર્ગાનુસારી ઊહથી યુક્ત હોવાને કારણે અવશ્ય સમ્યગ્બોધનું કારણ બને છે. આવા શુશ્રુષા ગુણના લિંગથી જણાય છે કે આ જીવ સમ્યગ્દષ્ટિ છે. (ii) ધર્મરાગલિંગ -
વળી, સમ્યગ્દષ્ટિ જીવોને જેમ ધર્મ સાંભળવાની ઉત્કટ ઇચ્છા હોય છે તેમ સમ્યગ્બોધ કરીને જીવનમાં સર્વવિરતિરૂપ ચારિત્રધર્મને સેવવાની પણ ઉત્કટ ઇચ્છા હોય છે તેથી કોઈક સમ્યગ્દષ્ટિ જીવનું ચારિત્રઆવારકકર્મ પ્રબળ હોય તો ચારિત્ર ગ્રહણ ન કરી શકે તોપણ પોતાની શક્તિના પ્રકર્ષથી ચારિત્રધર્મની નિષ્પત્તિને અનુકૂળ શક્તિનો સંચય કરે છે.
સમ્યગ્દષ્ટિ જીવોનો ચારિત્રનો રાગ કેવો છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે – જેમ કોઈ બ્રાહ્મણ દરિદ્ર હોય તેથી ઘીથી યુક્ત ભોજન તેને મળતું ન હોય, વળી લાંબી અટવી ઓળંગીને આવેલો હોય તેથી અત્યંત ભૂખ્યો હોય અને બ્રાહ્મણ જાતિને કારણે ઘીથી યુક્ત ભોજન તેને પ્રિય હોય તેવા બ્રાહ્મણને તેવા સંયોગોમાં ઘીથી યુક્ત ભોજન મળે તેમાં જેવો ઉત્કટ રાગ હોય તેનાથી પણ અધિક ઉત્કટ રાગ સમ્યગ્દષ્ટિ જીવોને ચારિત્રનો હોય છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવોમાં સ્થિરબુદ્ધિ વર્તે છે કે સંસાર જીવની મહાવિડંબના છે અને આ વિડંબનામાંથી મુક્ત થવાનો ઉપાય ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળું ચારિત્રધર્મનું સેવન છે. આમ છતાં અનાદિના ભવના અભ્યાસને કારણે અને પૂર્વના બંધાયેલા પ્રબળ ચારિત્રમોહનીય કર્મના કારણે અચારિત્રની પ્રવૃત્તિ કરાવે તેવાં કર્મોના વિપાકને વશ થઈને સમ્યગ્દષ્ટિ જીવો ભોગાદિમાં પ્રવૃત્તિ કરતા હોય તોપણ ચારિત્ર પ્રત્યેના બલવાન રાગને કારણે ચારિત્રની પ્રાપ્તિની શક્તિનો સંચય સદા કરતા હોય છે. તેથી જણાય છે કે આ જીવમાં સમ્યગ્દર્શન છે માટે સમ્યક્તનું લિંગ ચારિત્રની ઉત્કટ ઇચ્છા છે. (iii) વૈયાવચ્ચલિંગ - વળી, સમ્યગ્દષ્ટિ જીવો ચારિત્રના અત્યંત અર્થી હોવાથી ચારિત્રની પરિણતિવાળા એવા સાધુ ભગવંતોની