________________
૧૯૮
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ ત્યારપછી વંદન કરીને કહે છે – “સમ્યક્ત સામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિકને સ્થિર કરવા માટે હું કાઉસગ્ન કરું છું.' ઇત્યાદિ બોલીને ૨૭ ઉચ્છવાસના ચિંતનરૂપ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે. આ પ્રકારે કરવાથી પોતે સ્વીકારેલાં વ્રતોને મારે સ્થિર કરવાં છે તે નિમિત્તે હું આ કાઉસગ્ન કરું , તેવો અધ્યવસાય થવાથી વ્રતમાં દઢ યત્ન કરવાની શક્તિનો સંચય થાય છે. (૭)
આ રીતે ‘સત્તવમાસમ' રૂપ તેરમું દ્વાર પુરું થાય છે.
ત્યારપછી સૂરિ તેને પાંચ ઉદુમ્બરાદિ અભક્ષ્યના ત્યાગ માટે યથાયોગ્ય અભિગ્રહ આપે છે. અને તે દંડકતે અભિગ્રહગ્રહણનું દંડક આ પ્રમાણે છે – “હે ભગવન્! આજથી તમારી સમીપે હું અભિગ્રહને ગ્રહણ કરું છું અર્થાત્ ઉદુમ્બરાદિમાંથી જેનો ત્યાગ કરવાનો પોતે સંકલ્પ કરેલો છે તેનો અભિગ્રહ ગ્રહણ કરું છું. કઈ રીતે અભિગ્રહ ગ્રહણ કરે છે. તે “તંગહા'થી સ્પષ્ટ કરે છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી હું અભિગ્રહ ગ્રહણ કરું છું. દ્રવ્યથી આ મારા અભિગ્રહ છે અર્થાત્ જેનો ત્યાગ કરવાનો પોતે સંકલ્પ કર્યો છે તે મારા અભિગ્રહ છે. ક્ષેત્રથી આ ક્ષેત્રમાં કે અન્ય ક્ષેત્રમાં પોતે જાય ત્યાં પણ મારો આ અભિગ્રહ છે. કાલથી જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારો આ અભિગ્રહ છે. ભાવથી જે પ્રમાણે મેં ગ્રહણ કર્યું છે તેના અભંગના પરિણામથી મારો આ અભિગ્રહ છે. અને તે અભિગ્રહ કોની સાક્ષીએ ગ્રહણ કરે છે તે બતાવે છે. અરિહંતની સાક્ષીએ, સિદ્ધની સાક્ષીએ, સાધુની સાક્ષીએ, દેવની સાક્ષીએ, આત્માની સાક્ષીએ આ અભિગ્રહ ગ્રહણ કરું છું. તેથી પાંચની સાક્ષીએ પોતે આઆ અભિગ્રહ ગ્રહણ કર્યો છે તેવો દઢ સંકલ્પ થવાથી તેનું ક્યારેય ઉલ્લંઘન ન થાય તેવો પરિણામ વિશેષ થાય છે. વળી, અભિગ્રહનો ભંગ ન થાય તેના માટે ઉચિત આગારો બતાવે છે. અનાભોગને છોડીને, સહસાત્કારને છોડીને મોટા પુરુષોના આગ્રહને છોડીને કે સર્વપ્રકારની સમાધિનાં કારણોને છોડીને વોસિરાવું છું-હું સંકલ્પ કરાયેલા ઉદુમ્બરાદિનો ત્યાગ કરું છું. આ પ્રકારે આગાર રાખવાથી પૂર્ણ વ્રતપાલન પ્રત્યેનો બદ્ધરાગ થાય છે; કેમ કે અનાભોગાદિથી કંઈક વિપરીત થાય તોપણ ભાવથી મારું વ્રત સુરક્ષિત રહે માટે વિપરીત થવાની સંભાવનાનાં સ્થાનોને છોડીને પ્રતિજ્ઞા કરે છે. જેથી ગ્રહણ અનુસાર વ્રતનું સમ્યક્ષાલન કરીને વ્રતનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય.
ત્યારપછી વ્રત આપ્યા પછી, ગુરુ એકાસણાદિ વિશેષ તપ કરાવે છે અને જે વ્રતો તેણે પ્રાપ્ત કર્યા છે તેવા સમ્યક્ત આદિની દુર્લભતાના વિષયવાળી દેશના આપે છે જેથી વ્રત પ્રત્યેનો દઢ પક્ષપાત વૃદ્ધિ પામે; કેમ કે સમ્યક્ત આદિની પ્રાપ્તિની દુર્લભતા છે તેનું જ્ઞાન થવાથી પ્રાપ્ત થયેલા વ્રત આદિના પાલન અને રક્ષણ માટે દઢ યત્ન થાય છે. ટીકા :
देशविरत्यारोपणविधिरप्येवमेव, व्रताभिलापस्त्वेवम्"अहन्नं भंते! तुम्हाणं समीवे थूलगं पाणाइवायं संकप्पओ निरवराहं पच्चक्खामि जावज्जीवाए दुविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि तस्स भंते! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं વોસિરામિ IST