________________
૨૧૨
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ શ્રાવક અને અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવકના મિલનથી શ્રાવકોના બત્રીસ ભેદો પણ થાય છે. જે કહેવાયું છે
-
વિદ્યાવિયા=વિરત-અવિરત, રુવિજ્ઞા=બે પ્રકારના શ્રાવકો હોય છે, ુવિદ્દ તિવાઃફળદ્ઘ ા=દુવિધ-ત્રિવિધ છે આદિમાં જેને એવા ભંગજાલથી આઠ પ્રકારના શ્રાવકો, દુતિ=હોય છે. વયમેળેાં છ વ્વિય શુ[િf=એક-એક વ્રત છ વડે ગુણાયેલું=અહિંસાદિ પાંચેય અણુવ્રતો પૂર્વમાં બતાવેલા છ ભાંગાથી ગુણિત (૫ અણુવ્રત x ૬ ભાંગા=૩૦ થાય છે), ૩મિતિબં=પ્રતિપન્ન ઉત્તરગુણ અને અવિરતસમ્યગ્દષ્ટિરૂપ બેથી મિલિત, બત્રીસ=બત્રીસ ભેદવાળું થાય છે.
*વિરત-અવિરત બે પ્રકારના શ્રાવકો હોય છે. દુવિધ-ત્રિવિધ છે આદિમાં જેને એવા ભંગજાલથી આઠ પ્રકારના શ્રાવકો હોય છે. અહિંસાદિ એક-એક વ્રત પૂર્વમાં બતાવેલા છ ભાંગાથી ગુણાયેલું=પાંચ અણુવ્રતના ૩૦ ભેદ અને સ્વીકારેલા ઉત્તરગુણ અને અવિરત સમ્યગ્દષ્ટિરૂપ બેથી મિલિત બત્રીસ ભેદવાળા શ્રાવક હોય છે.' (શ્રાવકવ્રતભંગ પ્રકરણ ૩, પ્રવચનસારોદ્ધાર-૧૩૨૩)
અને અહીં=પ્રસ્તુત ગાથામાં, દ્વિવિધ-ત્રિવિધ આદિ ભંગસમૂહથી શ્રાવક યોગ્ય પાંચ અણુવ્રતાદિ વ્રતની સંહતિના ભંગક એવી દેવકુલિકા સૂચિત કરાઈ અને તે એક-એક વ્રત પ્રત્યે અભિહિત એવા છ ભાંગાથી નિષ્પન્ન થાય છે. અને તેમાં=દેવકુલિકામાં પ્રત્યેક ત્રણ રાશિઓ હોય છે તે આ પ્રમાણેઆદિમાં ગુણ્યરાશિ હોય છે=ગુણવા યોગ્ય રાશિ હોય છે મધ્યમાં ગુણકર રાશિ હોય છે=ગુણાકાર કરવાની રાશિ હોય છે અને અંતમાં આગતરાશિ હોય છે=ગુણ્યરાશિને ગુણકરરાશિ વડે ગુણવાથી પ્રાપ્ત થયેલી રાશિ હોય છે. ત્યાં પૂર્વ=પ્રથમ, આ જ દેવકુલિકાની છ ભંગીથી વિવક્ષિત વ્રતભંગક સર્વસંખ્યારૂપ એવંકાર રાશિ આ પ્રમાણે છે. (પાના નં. ૨૨૧ થી ૨૨૭ ઉપર દેવકુલિકા છે.)
“સૂત્રમાં શ્રાવકના એકવ્રતના છ ભાંગા જે નિર્દિષ્ટ છે તે જ પદવૃદ્ધિથી=મૃષાવાદ આદિ એક-એક પદની વૃદ્ધિથી, સાત ગુણા છ પ્રકારના ક્રમની વૃદ્ધિથી.” (શ્રાવકવ્રતભંગ પ્રકરણ ૧૦, પ્રવચનસારોદ્ધાર-૧૩૩૦) સર્વભંગરાશિને ઉત્પન્ન કરે છે, એ પ્રમાણે શ્લોકમાં અધ્યાહાર છે. II
ભાવાર્થ:
સ્થૂલ હિંસાદિ વિરતિનું સ્વરૂપ બતાવવા અર્થે પ્રથમ હિંસા શું છે ? તે બતાવતાં કહે છે
પ્રમાદના યોગથી પ્રાણ વ્યપરોપણ હિંસા છે અને તે હિંસા સ્થૂલ અને સૂક્ષ્મના ભેદથી બે પ્રકારની છે. તેમાં સૂક્ષ્મ હિંસા પૃથ્વીકાયાદિ વિષયવાળી છે. અને સ્થૂલ હિંસા અન્ય દર્શનવાળા મિથ્યાદૃષ્ટિ જીવોને પણ બેઇન્દ્રિય આદિ વિષયક હોવાથી હિંસારૂપે પ્રસિદ્ધ છે.
-
આમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે પૃથ્વીકાયાદિમાં જીવ છે તેવો બોધ અન્યદર્શનવાળાને નથી અને તેવી હિંસાની નિવૃત્તિ સુસાધુ કરે છે તેથી સુસાધુને સૂક્ષ્મહિંસાની નિવૃત્તિ છે અને શ્રાવક પૃથ્વીકાય આદિ જીવમાં જીવ છે તેમ જાણે છે તોપણ સંપૂર્ણ અહિંસક જીવન જીવવા માટે સમર્થ નથી તેથી શ્રાવક સ્થૂલથી હિંસાની નિવૃત્તિ કરે છે.
તે સ્થૂલ હિંસા ‘સ્થૂલ’ કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે