________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪
૨૧૧
અસંજ્ઞીની જેમ દુષ્યાદિ કરે છે=હિંસાદિને અનુકૂળ એવી કાયાની દુષ્યષ્ટિતાદિની ક્રિયાઓ કરે છે. વળી જ્યારે મનથી અને કાયાથી કરતો નથી અને કરાવતો નથી એવો બીજો વિકલ્પ પ્રાપ્ત થાય ત્યારે મનથી અભિસંધિ રહિત જ કાયાથી દુષ્યષ્ટિતાદિનો પરિહાર કરતો અનાભોગથી વાણી દ્વારા જ હણું છું હણાવું છું એ પ્રમાણે બોલે છે. વળી, જ્યારે વચનથી કાયાથી હું કરતો નથી કરાવતો નથી એ પ્રમાણે ત્રીજો વિકલ્પ કરે છે ત્યારે મનથી અભિસંધિને આશ્રયીને કરે છે અને કરાવે છે. વળી અનુમતિ ત્રણથીeત્રણેય વિકલ્પોથી, સર્વત્ર છે. એ રીતે દ્વિવિધ-દ્વિવિધમાં, ત્રણ વિકલ્પો કઈ રીતે થાય છે તેનું સ્વરૂપ ભાવન કર્યું તે રીતે, આગળમાં દ્વિવિધ-એકવિધ આદિ વિકલ્પો બતાવે છે તે પણ કઈ રીતે થાય છે ? તેનું સ્વયં ભાવન કરવું=શેષ વિકલ્પ પણ ભાવ કરવા.
દ્વિવિધ એકવિધ'થી એ પ્રમાણે ત્રીજો ભાંગો છે. આમાં પણ =દ્વિવિધ-એકવિધ ત્રીજા ભાગમાં પણ, ઉત્તરના ભાંગા ત્રણ છે. દ્વિવિધ=કરણ અને કારણ=કરાવણ, રૂપ છે. એકવિધથી=મનથી અથવા વચનથી અથવા કાયાથી છે.
એકવિધ-ત્રિવિધથી એ ચોથો ભાંગો છે અને આમાં=ચોથા ભાંગામાં, બે ભાંગા છે. એકવિધ કરણ અથવા કારણ છે. ત્રિવિધથી=મનથી, વચનથી, કાયાથી છે.
એકવિધ-દ્વિવિધ થી એ પાંચમો ભાગો છે. અહીં પાંચમા ભાંગામાં, ઉત્તરભેદો છ છે. એકવિધ=કરણ અથવા કારણ છે. દ્વિવિધથી=મનથી-વચનથી અથવા મનથી, કાયાથી અથવા વચનથી, કાયાથી.
એકવિધ-એકવિધથી એ પ્રમાણે છઠ્ઠો ભાંગો છે. અહીં પણ=છઠ્ઠા ભાંગામાં પણ, પ્રતિભાંગા=અવાંતર વિકલ્પો છ છે, એકવિધ કરણ અથવા કારણ છે. એકવિધથી=મનથી અથવા વચનથી અથવા કાયાથી છે. આ રીતે મૂલભાંગા છ છે અને છ પણ મૂલભાંગાના ઉત્તરભાગા સર્વસંખ્યાથી એકવીશ છે અને તે પ્રમાણે કહેવાયું છે.
“દુવિધ ત્રિવિધ ૨ ૨ ૨ ૧ ૧ ૧ એમ છ જ વિકલ્પ થાય છે. તેઓના આ ક્રમથી ભેદો થાય છે પમવો'=પ્રથમ ભાંગાનો ઉત્તરભાંગો ‘ત્રિ તિગા'=બે ભાંગાના ત્રણ ઉત્તર ભેદોકબીજા ભાંગાના ત્રણ ઉત્તરભેદો અને ત્રીજા ભાંગાના ત્રણ ઉત્તરભેદો “યુગો'=એક ભાંગાના બે ચોથા ભાંગાતા ઉત્તરભેદો ૨ “રો છ'=બે ભાંગાતા છ=પાંચમા ભાંગાના છ ઉત્તરભેદો અને છઠ્ઠા ભાંગાના છ ઉત્તરભેદો ‘વી =એકવીસ=કુલ ઉત્તરભાગા ૨૧ અને આ સ્થાપના છે. અને આ રીતે છ ભાંગા વડે કરાયેલા અભિગ્રહવાળા છ પ્રકારના શ્રાવક છે. ૧, ૩, ૩, ૨, ૬, ૬=પ્રથમ છ ભાંગામાંથી પ્રથમ ભાંગાનો એક ઉત્તરભેદ છે. બીજા અને ત્રીજા ભાંગાના ૩-૩ ઉત્તરભેદ છે. ચોથા ભાંગાના બે ઉત્તરભેદ છે અને પાંચમા ભાંગાના અને છઠ્ઠા ભાંગાના ૬-૬ ઉત્તરભેદો છે. અને સાતમો પ્રકાર ઉત્તરગુણવાળા શ્રાવકનો છે= સ્વીકારાયેલા ગુણવ્રત અને શિક્ષાવ્રતાદિ ઉત્તરગુણવાળો શ્રાવક છે અને આમાં સાતમા શ્રાવકના ભેદમાં, સામાન્યથી ઉત્તરગુણોને આશ્રયીને એક જ ભેદ વિવક્ષિત છે શ્રાવકનો એક જ ભેદ વિવક્ષિત છે અને અવિરત સમ્યગ્દષ્ટિ આઠમો ભેદ છે. અને પાંચે પણ અણુવ્રતોમાં પ્રત્યેકને આશ્રયીને=દરેક અણુવ્રતોને આશ્રયીને, ખભંગીનો સંભવ હોવાથી અને ઉત્તરગુણવાળા