________________
૨૧૭
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪
૧. મનથી શ્રાવક પૂલ હિંસાદિ કરે નહીં અને કરાવે નહીં. તે આ રીતે –
શ્રાવક પોતાની શક્તિ અનુસાર હું હિંસાદિ કરીશ નહીં અને કરાવીશ નહીં તે કેવલ મનથી જ પ્રતિજ્ઞા કરે છે ત્યારે તે શ્રાવકને હિંસાદિ કરવાનો અને કરાવવાનો પરિહાર મનથી જ થાય છે. તેવો શ્રાવક નિમિત્તને પામીને સહસા હિંસાદિના વચનનો પ્રયોગ કરે છે અને અનાભોગથી હિંસાદિને અભિવ્યક્ત કરે તેવી કાયાની ચેષ્ટા તેનાથી થઈ જાય છે. તેને ખ્યાલમાં રાખીને વચનથી અને કાયાથી હિંસાદિના પરિહારની પ્રતિજ્ઞા તે શ્રાવક કરતો નથી પરંતુ માત્ર મનથી જ હિંસાદિના પરિહારની પ્રતિજ્ઞા કરે છે. ૨. વચનથી હું સ્કૂલ હિંસાદિ કરીશ નહીં અને કરાવીશ નહીં.
જે શ્રાવક કેવલ વાણીથી સ્થૂલ હિંસાદિનો પરિહાર કરે છે તેવા શ્રાવકથી નિમિત્તને પામીને સહસા મનથી હિંસાદિના પરિણામો થઈ જાય છે અને અનાભોગથી કાયાથી હિંસાદિને અભિવ્યક્ત કરતી દુચેષ્ટાદિ પણ થઈ જાય છે. છતાં વાણી ઉપર પોતાનું પ્રભુત્વ હોવાથી વાણીને આશ્રયીને સ્થૂલ હિંસાદિના પરિવારની પ્રતિજ્ઞા કરે છે.
૩. કાયાથી હું પૂલ હિંસાદિ કરીશ નહીં અને કરાવીશ નહીં.
જે શ્રાવક કેવલ કાયાથી સ્થૂલ હિંસાદિનો પરિહાર કરે છે તેવા શ્રાવકથી નિમિત્તને પામીને સહસા મનથી હિંસાદિના પરિણામો થઈ જાય છે અને સહસા હિંસાદિના વચનપ્રયોગો ક્યારેક થાય છે તોપણ કાયાની ચેષ્ટા ઉપર પોતાનું પ્રભુત્વ હોવાથી કાયાને આશ્રયીને સ્થૂલ હિંસાદિના પરિવારની પ્રતિજ્ઞા કરે છે.
આ રીતે “દ્વિવિધ-એકવિધ'ના ત્રણ વિકલ્પોમાંથી પોતાની શક્તિ અનુસાર શ્રાવક પ્રતિજ્ઞા કરે છે. (૪) વળી કોઈ શ્રાવક “એકવિધ-ત્રિવિધથી સ્થૂલ હિંસાદિની નિવૃત્તિ કરે તો ચોથો ભાંગો પ્રાપ્ત થાય છે. તેમાં એકવિધને આશ્રયીને કરણથી અથવા કરાવણથી અને ત્રિવિધથી=મનથી વચનથી કાયાથી, એમ બે ભાંગા પ્રાપ્ત થાય. તે આ પ્રમાણે – ૧. મન-વચન-કાયાથી હું સ્કૂલ હિંસાદિ કરીશ નહીં. ૨. મન-વચન-કાયાથી હું સ્કૂલ હિંસાદિ કરાવીશ નહીં. ૧. મન-વચન-કાયાથી હું સ્કૂલ હિંસાદિ કરીશ નહીં. તે આ રીતે – કોઈ શ્રાવક મન-વચન-કાયાથી સ્થૂલ હિંસાદિ કરવાનો પરિહાર કરી શકે છે. આમ છતાં નિમિત્તને પામીને હિંસાદિનાં તેવાં કૃત્યો બીજા પાસેથી કરાવવાનો પરિહાર કરી શકતો નથી તેવો શ્રાવક માત્ર કરણને આશ્રયીને ત્રિવિધથી પ્રતિજ્ઞા કરે છે. ૨.મન-વચન-કાયાથી હું પૂલ હિંસાદિ કરાવીશ નહીં. કોઈ શ્રાવક મન-વચન-કાયાથી સ્થૂલ હિંસાદિ કરાવવાનો પરિહાર કરી શકે છે. આમ છતાં નિમિત્તને પામીને હિંસાદિનાં તેવાં કૃત્યો સ્વયં કરવાનો પરિહાર કરી શકતો નથી. તેવો શ્રાવક માત્ર કરાવણને આશ્રયીને ત્રિવિધથી પ્રતિજ્ઞા કરે છે.