________________
૨૪૧
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨પ
“સ્થૂલ પ્રાણાતિપાતનું શ્રમણોપાસક પચ્ચખાણ કરે છે. તે પ્રાણાતિપાત બે પ્રકારનું કહેવાયું છે. તે આ પ્રમાણેસંકલ્પથી અને આરંભથી, ત્યાં શ્રમણોપાસક સંકલ્પથી જાવજીવ સુધી પચ્ચખ્ખાણ કરે છે. આરંભથી નહિ.” (પ્રત્યાખ્યાનાવશ્યક સૂ. ૧, હારિભદ્રીવૃત્તિ પત્ર -૮૧૮)
અને અહીં પ્રથમ અણુવ્રતમાં, જોકે આરંભથી થયેલી હિંસા અપ્રત્યાખ્યાત છે. તોપણ શ્રાવકે ત્રસાદિ રહિત સંખારક સત્યાપનાદિ વિધિથી પાણીના સંખારને યતતાપૂર્વક પરઠવવાની વિધિથી, લિછિદ્ર દઢવસ્ત્રગાલિત જલનો ઉપયોગ કરવો અને શુષ્ક, અજીર્ણ, અશુષિર ઇંધતાદિનો ઉપયોગ કરવો, કીડાઓનો નાશ ન થાય તેવાં ધાન્ય, પક્વાશ, સુખાશિકા, શાક, સ્વાદિમ, પત્ર, પુષ્પ, ફલોનો પણ અસંસક્ત અગર્ભિત અને સર્વ પણ જલાદિનો પરિમિત સમ્યફ શોધિત જ ઉપયોગ કરવો * જોઈએ. અન્યથા=શ્રાવક એ રીતે યતના ન કરે તો, નિર્દયપણા આદિથી શમ-સંવેગાદિ સ્વરૂપ સમ્યક્ત લક્ષણ પંચક અંતર્ગત અનુકંપાના વ્યભિચારતી આપત્તિ છે=અનુકંપાના અભાવની પ્રાપ્તિ છે. તે કહેવાયું છે –
ત્રસજીવોના રક્ષણ માટે પરિશુદ્ધ જલનું ગ્રહણ, દારૂ ઈંદનાદિકલાકંડારૂપી ઇંધનાદિનું, તે પ્રમાણે જ ગ્રહણ કરીને પરિભોગ કરવો જોઈએ." (પ્રત્યાખ્યાતાવશ્યક ચૂણિ ભા. ૨, પા. ૨૮૪)
એ પ્રમાણે વિવેક કરવો જોઈએ અને આ રીતે અહીં પ્રથમ અણુવ્રતમાં, વિશેષણત્રય દ્વારા શ્રાવકનું સંપાદ વિશોપક પ્રમિત જીવદયાત્મક પ્રાયઃ પ્રથમ અણુવ્રત છે એ પ્રમાણે સૂચિત છે. જે કારણથી કહેવાયું છે –
“જીવો પૂલ અને સૂક્ષ્મ છે. (તેઓનો વધ) સંકલ્પ અને આરંભથી બે પ્રકારનો છે અને તે સાપરાધ નિરપરાધ સાપેક્ષ અને નિરપેક્ષ છે." (સંબોધ પ્રકરણ શ્રા. વ્રતા. ૨)
આની વ્યાખ્યા=ઉદ્ધરણની વ્યાખ્યા, સ્થૂલ અને સૂક્ષ્મ જીવના વિષયના ભેદથી પ્રાણીનો વધ બે પ્રકારનો છે. ત્યાં=બે પ્રકારના પ્રાણીવધમાં, પૂલ બેઈન્દ્રિયાદિ છે અને સૂક્ષ્મ અહીં=પ્રાણીવધતા વિષયમાં, એકેન્દ્રિયાદિ પૃથ્વી આદિ પાંચ પણ બાદર છે. પરંતુ સૂક્ષ્મતામકર્મના ઉદયવર્તી સર્વલોકવ્યાપી જીવો નથી; કેમ કે તેઓના વધનો અભાવ છે. તેઓના વધનો અભાવ કેમ છે ? તેમાં હેતુ કહે છે –
સ્વયં આયુષ્યના ક્ષયથી જ મરણ થાય છે અને અહીં હિંસાની નિવૃત્તિમાં, સાધુઓનું બંને પણ વધથી નિવૃત્તપણું હોવાથી વિંશતિ વિશોપકા=૨૦ વીસા જીવદયા છે. વળી ગૃહસ્થોને સ્થૂલ પ્રાણાતિપાતથી નિવૃત્તિ છે પરંતુ સૂક્ષ્મવધથી નહિ; કેમ કે પૃથ્વી જલાદિમાં સતત આરંભ પ્રવૃત્તપણું છે. એથી દશ વિશોપકરૂપ અડધું ગયું. અર્થાત્ દશવીશા ઓછી થઈ. સ્થૂલ પ્રાણીવધ પણ બે પ્રકારનો છે. સંકલ્પથી થતારો અને આરંભથી થનારો. ત્યાં સંકલ્પથી આને મારું છું એ પ્રમાણે મત સંકલ્પરૂપ આદ્ય થાય છે=આધ હિંસા થાય છે. તેનાથી ગૃહસ્થ નિવૃત છે. પરંતુ આરંભથી થનારી હિંસાથી નિવૃત્ત નથી; કેમ કે કૃષિ આદિના આરંભમાં બેઇક્રિયાદિની હિંસાનો સંભવ છે. અને અન્યથા કૃષિ આદિ ન કરે