Book Title: Dharm Sangraha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 292
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૯ ચક્રારબદ્ધ=મંત્રી આદિગાડાં આદિ છે. માનુષ=દાસ આદિ છે એમ બે પ્રકારનું દ્વિપદ છે. ચતુષ્પદ દસ પ્રકારનાં છે જે આ પ્રમાણે – “૧. ગાય ૨. ભેંસ ૩. ઊંટ ૪. અય=બકરી ૫. એલગ=ઘેટી ૬. આસ=ઘોડો ૭. આસંતરગ=ખચ્ચર, ૮. ઘોડગ= ઘોટક ૯. ગધેડા ૧૦. હાથી. ચતુષ્પદ ૧૦ પ્રકારનાં છે.” ।।૧।। (દશવૈકાલિક નિર્યુક્તિ ૨૫૭, સંબોધ પ્રકરણ, શ્રાદ્ધ પ૯) આ ભેદો પ્રતીત છે. ફક્ત આમાં વાલીકા દેશ ઉત્પન્ન જાતિથી અશ્વતર=આસતરગ નામનો ભેદ વેસરા છે=ખચ્ચર છે. અજાતિવાળા ઘોટક છે=ઘોડગ નામનો ભેદ છે. ૨૭૫ જુદા જુદા પ્રકારના પણ કુષ્ય એક જ છે. જે આ પ્રમાણે – “જુદા જુદા પ્રકારનું ઉપકરણ એકવિધ કુષ્ય લક્ષણ છે. આ અર્થ=પરિગ્રહ નામનો અર્થ, ૬ પ્રકારનો અને ૬૪ ભેદવાળો કહેવાયો છે.” ।।૧।। (દશવૈકાલિક નિર્યુક્તિ ગા. ૨૫૮, સંબોધ પ્રકરણ, શ્રાદ્ધ - ૬૦) : ૬૪ ભેદવાળો પણ આ=પરિગ્રહ, નવ પ્રકારના પરિગ્રહમાં અંતર્ભાવ પામે છે. એથી કોઈ પણ વિરોધ નથી=ગ્રંથકારશ્રીએ પરિગ્રહના ૯ ભેદ કર્યા અને ભદ્રબાહુ સ્વામીએ દશવૈકાલિકની નિર્યુક્તિમાં ૬૪ ભેદો કર્યા એમાં કોઈપણ વિરોધ નથી. વળી, કેવા પ્રકારનો તવવિધ પરિગ્રહ છે તેને કહે છે અમિત=પરિમાણરહિત તેવા તવવિધ પરિગ્રહના પરિવર્જનથી=ત્યાગના નિમિત્તભૂત એવી પ્રતિજ્ઞા વડે ત્યાગથી, ઇચ્છાની=અભિલાષની, જે પરિમાણરૂપ ઇયત્તા=મર્યાદા, તેની કૃતિ=કરવું, તેને પાંચમું વ્રત=અણુવ્રતના અધિકારથી અણુવ્રત, જિનોએ કહ્યું છે એ પ્રકારે સંટંક છે=જોડાણ છે. આ=આગળમાં કહે છે એ, અહીં=પાંચમા અણુવ્રતના લક્ષણમાં તાત્પર્ય છે. પરિગ્રહની વિરતિ બે પ્રકારની છે. સર્વથી અને દેશથી. ત્યાં=પરિગ્રહ વિરતિના બે ભેદમાં, સર્વ પ્રકારથી સર્વ ભાવોમાં મૂર્છાનો ત્યાગ સર્વથી વિરતિ છે. તેનાથી ઇતર=સર્વ મૂર્છાના ત્યાગરૂપ સર્વ પરિગ્રહની વિરતિથી ઇતર, દેશથી વિરતિ છે. ત્યાં=પરિગ્રહની વિરતિમાં શ્રાવકોને સર્વથી તેની પ્રતિપત્તિની અશક્તિ હોતે છતે=સર્વથા પરિગ્રહની વિરતિને ગ્રહણ કરવાનું અસામર્થ્ય હોતે છતે, દેશથી ઇચ્છાના પરિમાણરૂપ તેને=પરિગ્રહની વિરતિને, સ્વીકારે છે. જે કારણથી સૂત્ર છે – “અપરિમિત પરિગ્રહનું શ્રમણોપાસક પચ્ચક્ખાણ કરે છે. ઇચ્છા પરિમાણને સ્વીકારે છે. અને તે પરિગ્રહ બે પ્રકારનો કહેવાયો છે. તે આ પ્રમાણે - સચિત્ત પરિગ્રહ અને અચિત્ત પરિગ્રહ.” (પ્રત્યાખ્યાનાવશ્યક સૂ. ૫, હારિભદ્રીવૃત્તિ : ૫. ૮૨૫) ‘નનુ’થી શંકા કરે છે = ઘરમાં અલ્પ દ્રવ્ય હોતે છતે પણ પરિગ્રહ પરિમાણમાં હજાર દ્રવ્ય કે લાખ આદિ દ્રવ્યનો સ્વીકાર હોવાથી ઇચ્છાવૃદ્ધિના સંભવને કારણે=પોતાની પાસે ધન છે તેના કરતાં અધિક ધનને મેળવવાની

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300