Book Title: Dharm Sangraha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 298
________________ ૨૮૧ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૯ વૃક્ષાદિની સન્મુખ તે ભૂમિમાં મેં ધન દાટેલું છે તે પ્રકારે તે સ્થાનનાં ચિહ્નો કરે છે જેથી પોતાને સ્થાનનું વિસ્મરણ ન થાય. આ પ્રકારે સદા ધનની સુરક્ષાની ચિંતાથી તે પુરુષ કદર્શિત થાય છે. વળી, જીવ જે પરિગ્રહ ગ્રહણ કરે છે તે મૂર્છાથી જ ગ્રહણ કરે છે. જો જીવને મૂર્છા ન હોય તો ધનધાન્યાદિને ગ્રહણ કરે નહીં. તેથી મૂર્છાના પરિણામથી જ જીવ સર્વ કદર્થનાઓ પ્રાપ્ત કરે છે. તેમાં સાક્ષી આપે છે – કોઈ પુરુષ વસ્ત્ર-આભરણ-અલંકારોથી પણ અલંકૃત હોય છતાં કોઈ નિમિત્તને પામીને મમકારથી વિરહિત થાય છે તો તે અપરિગ્રહવાળો જ છે. આથી બાહ્ય પરિગ્રહધારી એવા પણ ભરત મહારાજા અપરિગ્રહના પરિણામથી જ કેવલજ્ઞાનને પામ્યા. વળી, કોઈ વ્યક્તિ પાસે કોઈ જ બાહ્ય પરિગ્રહ ન હોય, તદ્દન નગ્ન હોય છતાં બાહ્ય પદાર્થો પ્રત્યે મમકાર હોય તો=બાહ્ય પદાર્થો મેળવવાની ઇચ્છા અને વૃદ્ધિની ઇચ્છારૂપે મમકાર હોય તો, તે સંગવાળો છે. માટે પરમાર્થથી મૂચ્છ જ પરિગ્રહ છે તેને અલ્પ કરવાથું પરિગ્રહ પરિમાણવ્રત છે. આથી જ દશવૈકાલિકમાં કહ્યું છે કે સાધુઓ સંયમની વૃદ્ધિ માટે અને નગ્ન રહેવાથી લોકમાં લજ્જાસ્પદ બને છે તેના નિવારણ માટે જે કંઈ વસ્ત્ર, પાત્ર, કંબલ આદિ ધારણ કરે છે અને સંયમને ઉપકારક ન હોય તેનો પરિહાર કરે છે. તેઓને વીર ભગવાને અપરિગ્રહવાળા કહ્યા છે અને મૂચ્છને જ પરિગ્રહ કહ્યો છે. માટે મૂચ્છના નિયમન માટે સર્વ મૂચ્છના પરિત્યાગની અશક્તિવાળા શ્રાવકને આ પાંચમું અણુવ્રત કહેવાયું છે. ર૯ll અનુસંધાનઃ ધર્મસંગ્રહ ભાગ-૩

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300