________________
૨૭૮
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૯ પરિગ્રહ તેઓને નથી. ફક્ત સર્વવિરતિ-ધર્મને સ્વીકારીને તેને અતિશય કરવા અર્થે સદા અપ્રમાદભાવે ઉદ્યમ કરે છે અને તેના સાધનરૂપે દેહને ધારણ કરે છે. વસ્ત્ર-પાત્રને ધારણ કરે છે. તેથી સાધુને દેહ પ્રત્યે પણ મૂર્છા નથી. વસ્ત્ર-પાત્ર પ્રત્યે પણ મૂચ્છ નથી માટે સંપૂર્ણ પરિગ્રહ વગરના છે. શ્રાવકને દેશથી પરિગ્રહની વિરતિ છે; કેમ કે દેહ પ્રત્યે મમત્વ છે તેથી દેહની શાતા અર્થે તેના સાધનભૂત ધન-ધાન્યાદિ રાખે છે અને દેહની શાતાના ઉપાયભૂત જે નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ રાખે છે તે પરિગ્રહને ઇચ્છાના પરિમાણ દ્વારા પરિમિત કરે છે અને અધિકનો ત્યાગ કરે છે. તેથી શ્રાવકને દેશથી પરિગ્રહની વિરતિરૂપ અણુવ્રત છે અને શ્રાવકના પરિગ્રહ પરિમાણ વ્રતનું સ્વરૂપ બતાવનાર સૂત્ર આ પ્રમાણે છે. શ્રાવક અપરિમિત પરિગ્રહનું પચ્ચખાણ કરે છે અને ઇચ્છાના પરિમાણને સ્વીકારે છે તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવકને બોધ થયેલ છે કે પરિગ્રહના ભારથી ભારે થયેલો જીવ દુર્ગતિમાં જાય છે માટે સંપૂર્ણ પરિગ્રહ વગરના મારે થવું જોઈએ. પરંતુ તેવો બોધ હોવા છતાં દેહ પ્રત્યેની મૂચ્છ છે અને દેહ પ્રત્યે શાતાની અર્થિતા છે તેથી શ્રાવક સર્વથા પરિગ્રહ ત્યાગ કરી શકતો નથી તોપણ પરિગ્રહના પાપથી આત્માનું રક્ષણ કરવા અર્થે અપરિમિત પરિગ્રહનું પચ્ચખ્ખાણ કરીને અર્થાતુ અપરિમિત પરિગ્રહ નહીં રાખવાની પ્રતિજ્ઞા કરીને ઇચ્છાના પરિમાણને સ્વીકારે છે અર્થાત્ આટલી મર્યાદાથી અધિક પરિગ્રહ હું રાખીશ નહીં આ પ્રકારના ઇચ્છાના પરિમાણને સ્વીકારે છે અને તે પરિગ્રહ બે પ્રકારનો છે. સચિત્ત પરિગ્રહ અને અચિત્ત પરિગ્રહ. સચિત્ત પરિગ્રહ દાસ-દાસી આદિ છે. અને અચિત્ત પરિગ્રહ ધન-ધાન્યાદિ છે. તે સર્વનો ગ્રંથકારશ્રીએ નવ ભેદમાં સંગ્રહ કરેલો છે.
આ રીતે, પરિગ્રહ પરિમાણનું સ્વરૂપ બતાવ્યા પછી ત્યાં કોઈ શંકા કરે છે કે ગૃહસ્થ જે પરિગ્રહ, પરિમાણ વ્રત ગ્રહણ કરે છે તેમજ પોતાની પાસે જે પરિગ્રહ છે તેના કરતાં અધિક પરિગ્રહ રાખવાની મર્યાદા કરે છે, તેથી વિદ્યમાન દ્રવ્યની મર્યાદા કરતાં અધિક દ્રવ્યની મર્યાદા સ્વીકારવાથી ઇચ્છાની વૃદ્ધિનો સંભવ છે તેથી પરિગ્રહ પરિમાણ વ્રત સ્વીકારવાથી કોઈ ગુણ થતો નથી. આ પ્રકારની સ્થૂલદૃષ્ટિથી પર વડે કરેલ શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
સંસારી જીવોને પોતાની પાસે વિદ્યમાન દ્રવ્ય કરતાં અધિક દ્રવ્યની ઇચ્છાની વૃદ્ધિ સર્વદા વિદ્યમાન છે અને તે ઇચ્છાની વૃદ્ધિમાં કોઈ મર્યાદા નથી. તેથી શ્રાવક પાસે જે અલ્પ પરિગ્રહ છે તેના કરતાં અમર્યાદિત પરિગ્રહ સ્વીકારવાનો પરિણામ સદા વિદ્યમાન છે અને તે પરિણામને સીમિત કરવા અર્થે શ્રાવક ઇચ્છાનું પરિમાણ કરે છે. માટે આ મર્યાદાથી અધિક હું કોઈ પરિગ્રહ રાખીશ નહિ.” એ પ્રકારનો અભિગ્રહ કરે છે. તેથી પરિગ્રહ પાપરૂપ છે. સંપૂર્ણ નિષ્પરિગ્રહી થવા જેવું છે અને સંપૂર્ણ નિષ્પરિગ્રહી થવાની પોતાની શક્તિ નથી તેવું શ્રાવકને જણાવાથી ઇચ્છાના પરિમાણ દ્વારા અપરિમિત ઇચ્છાને શ્રાવક સીમિત કરે છે. જેથી અપરિમિત દ્રવ્ય વિષયક મૂચ્છરૂપ જે ઇચ્છા હતી તે સીમિત થવાથી દેશથી મૂચ્છની નિવૃત્તિ થાય છે. તેથી પરિગ્રહ પરિમાણ વ્રત કરવા પૂર્વે અમર્યાદિત ઇચ્છારૂપ મૂર્છાને કારણે જે કર્મબંધની પ્રાપ્તિ હતી તે મર્યાદિત ઇચ્છા સ્વરૂપ પરિગ્રહ પરિમાણ વ્રત સ્વીકારવાને કારણે મર્યાદિત ઇચ્છા થવાથી અલ્પ