________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૯
૨૭૭
સતત ચિહ્ન કરે છે. પ્રતિબંછન કરે છે=જમીનમાં દાટેલ પોતાનું નિધાન કયા સ્થાનમાં છે તે ભુલાય નહીં તેના માટે પ્રતિચિહ્નો કરે છે.” II૧II ().
પરિગ્રહપણું પણ મૂચ્છથી જ છે; કેમ કે મૂચ્છ વગર ધન-ધાત્યાદિનું અપરિગ્રહપણું છે. જેને કહે
વસ્ત્ર આભરણાદિથી અલંકૃત પણ પુરુષ મેમકારથી વિરહિત અપરિગ્રહવાળો જ છે. મમકાર હોતે છતે નગ્નપુરુષ સંગવાળો જ છે.” I૧ (સ્ત્રીમુક્તિ પ્ર.૧૩)
અને
જે પણ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપૂંછન તે પણ સંયમ અને લજ્જા માટે ધારણ કરે છે. અને પરિહાર કરે છે તે પરિગ્રહ તાઈ એવા જ્ઞાતપુત્ર વ=તારનારા એવા વીરભગવાન વડે, કહેવાયો નથી. મૂચ્છ પરિગ્રહ કહેવાયો છે એ પ્રમાણે મહર્ષિઓ વડે કહેવાયું છે.” (દશવૈકાલિક-૬/૨૦-૧)
તેથી મૂચ્છના નિયમન અર્થે સર્વ મૂચ્છના પરિત્યાગ માટે અશક્તને આ પાંચમું અણુવ્રત કહેવાયું છે. ૨૯ ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ ધન-ધાન્યાદિ નવ ભેદમાં બાહ્ય સર્વ પરિગ્રહનો સંગ્રહ કર્યો છે. તે નવ પ્રકારનો પરિગ્રહ વ્રત લેવા પૂર્વે અમર્યાદિત હોય છે. તે અમર્યાદિત પરિગ્રહના પરિવર્જનથી જે ઇચ્છાનું પરિમાણ કરવામાં આવે છે તે આ ૯ પ્રકારના પરિગ્રહમાંથી પોતે સ્વીકારેલા પ્રમાણથી અધિક પરિગ્રહ હવે પછી ગ્રહણ કરીશ નહીં એ પ્રકારની ઇચ્છાના પરિમાણથી નિયંત્રિત એવું પાંચમું અણુવ્રત છે, એ પ્રમાણે ભગવાન કહે છે.
તે નવ પ્રકારના પરિગ્રહના સ્થાને ભદ્રબાહુસ્વામીએ દશવૈકાલિક નિર્યુક્તિમાં ભેદો કહ્યા છે અને તેના ઉત્તર ૯૪ ભેદો કહ્યા છે, તેમાં પણ સર્વ બાહ્ય પરિગ્રહનો સંગ્રહ છે. તેથી ગ્રંથકારશ્રીએ કરેલા ૯ ભેદ અને ભદ્રબાહુસ્વામીએ કરેલા ભેદમાં કોઈ ભેદ નથી.
જેમ જીવના ભેદ કરતી વખતે કોઈ કહે કે પૃથ્વીકાયાદિ ૯ પ્રકારના જીવો છે અને તે ૩ ભેદોને જ વિવક્ષાના ભેદથી જ કોઈ કહે કે ત્રસ અને સ્થાવર એમ જીવના બે ભેદ છે તે બંને પ્રકારના ભેદમાં સર્વ જીવોનો સંગ્રહ છે તેમ ગ્રંથકારશ્રીએ કહેલ ૯ ભેદ અને ભદ્રબાહુસ્વામીએ કરેલ ભેદ તેમાં કોઈ ભેદ નથી. પરંતુ તે બંને કથનમાં વિવાથી સર્વ બાહ્ય પરિગ્રહનો જુદી રીતે સંગ્રહ થયેલો છે.
આ રીતે બાહ્ય પરિગ્રહને આશ્રયીને પરિગ્રહ પરિમાણનું સ્વરૂપ બતાવ્યા પછી તેનું તાત્પર્ય સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
પરિગ્રહની વિરતિ બે પ્રકારે થાય છે. સર્વથી અને દેશથી. સર્વથી પરિગ્રહની વિરતિ ભાવસાધુને સંભવે છે; કેમ કે ભાવસાધુ સર્વથા સર્વ ભાવોમાં મૂચ્છ વગરના હોય છે. તેથી આત્માથી અતિરિક્ત દેહનો પણ