________________
૨૬૮
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૮
તેમાં પરદારાગમન બે પ્રકારનું કહેવાયું છે – ૧. ઔદારિક પરદા રાગમન ૨. વૈક્રિય પદારાગમન. તેથી એ પ્રાપ્ત થાય કે ઔદારિક શરીરવાળી મનુષ્યની પરસ્ત્રી કે તિર્યંચની સ્ત્રી તે પરદાર કહેવાય. તેની વિરતિ શ્રાવક કરે છે અને વૈક્રિય શરીરવાળી દેવીઓ તે પરદારા કહેવાય. તેની વિરતિ શ્રાવક કરે છે. વળી, વર્તમાનમાં ચોથા વ્રતના સ્વીકારમાં વૃદ્ધ પરંપરા આ પ્રમાણે છે – વર્તમાનમાં સામાન્યથી અન્ય ચાર વ્રતોની જેમ ચોથા વ્રતમાં દ્વિવિધ-ત્રિવિધના સંગથી શ્રાવકો પચ્ચખ્ખાણ કરતા નથી, પરંતુ વિશેષથી પચ્ચખાણ કરે છે. તે આ પ્રમાણે – મનુષ્યસ્ત્રી વિષયક એકવિધ – એકવિધથી પચ્ચખાણ કરે છે. અર્થાત્ મન-વચન-કાયાથી ત્રણથી નહીં પરંતુ માત્ર કાયાથી અને કરણકરાવણ-અનુમોદનથી નહીં પરંતુ માત્ર કરણથી પચ્ચખાણ કરે છે; કેમ કે જો તેવું દૃઢ સત્ત્વ ન હોય તો મનમાં કોઈ સ્ત્રી પ્રત્યે રાગ થાય અથવા વાર્તાલાપ આદિ દ્વારા વચનથી કોઈ સ્ત્રી પ્રત્યે રાગભાવ ઉલ્લસિત થાય અને વ્રતનો ભંગ ન થાય માટે માત્ર કાયાથી જ મૈથુનનું વર્જન કરે છે અને મન-વચન વિષયક યતના રાખે છે.
વળી, સ્વયં મૈથુનસેવનનો નિષેધ કરે છે પરંતુ પુત્રાદિને પરણાવવાનો પ્રસંગ આવે તેથી કરાવણને આશ્રયીને શ્રાવક મૈથુનનું પચ્ચખાણ કરતા નથી. વળી, કોઈક લગ્ન આદિ પ્રસંગમાં અનુમોદનનો પણ પ્રસંગ આવે તેથી મૈથુનના અનુમોદનનું પણ પચ્ચખાણ કરતા નથી. પરંતુ કરાવણ અને અનુમોદનમાં શક્ય એટલી યતના કરે છે.
આ રીતે મનુષ્યસ્ત્રી વિષયક એકવિધ-એકવિધ પચ્ચન્માણ થાય છે. તિર્યંચ સ્ત્રીઓનું વિષયક એકવિધ ત્રિવિધથી કરે છે, કેમ કે પશુપાલનાદિમાં કરાવણનો પ્રસંગ અને અનુમોદનનો પ્રસંગ પ્રાપ્ત થાય અને - શ્રાવક બ્રહ્મચર્ય પ્રત્યેના પક્ષપાતવાળા હોવાથી તિર્યંચ સંબંધી મૈથુનનું વર્જન મન-વચન-કાયાથી કરી શકે છે. તેથી તિર્યંચ સંબંધી એકવિધ-ત્રિવિધથી ગ્રહણ કરે છે.
વળી દેવસંબંધી દ્વિવિધ-ત્રિવિધથી પચ્ચખ્ખાણ કરે છે. તેથી અનુમોદનને છોડીને દેવ સંબંધી દ્વિવિધત્રિવિધથી મૈથુનનું પચ્ચખાણ છે; કેમ કે તેવા દિવ્યભોગોને જોઈને રાગ થાય તો અનુમોદન થવાનો સંભવ રહે માટે શ્રાવક અનુમોદનને છોડીને દિવ્ય સંબંધી મૈથુનનું પચ્ચખાણ કરે છે.
વળી, શ્લોકમાં ચોથા વ્રતનું લક્ષણ બતાવ્યું તેમાં સ્વકીય દાર' શબ્દમાં જે સ્ત્રીવાચક દાર” શબ્દ છે તે ઉપલક્ષણરૂપ છે. તેથી સ્ત્રીને આશ્રયીને ચોથા વતનો વિચાર હોય ત્યારે સ્ત્રી માટે પોતાના પતિથી અતિરિક્ત સર્વ પુરુષનું વર્જન તે શ્રાવિકાનું ચોથું અણુવ્રત છે, એ પ્રમાણે જાણવું. ચોથા વ્રતનું મહાફળ છે તે બતાવે છે –
કોઈ પુરુષ ક્રોડ સુવર્ણમુદ્રા આપે અથવા સુવર્ણનું જિનમંદિર બંધાવે તેને તેટલું પુણ્ય થતું નથી જેટલું બ્રહ્મચર્યના પાલનથી થાય છે.