________________
૨૬૬
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૮ : “વધ, બંધન, ઉબંધન=ગળે ફાંસી, નાસિકાનો છેદ, ધનક્ષયાદિ પરદારાથી પરદારાગમનથી, આ ભવમાં પણ બહુ પ્રકારની કદર્થનાઓ છે. [૧]
પરલોકમાં નરકની પ્રાપ્તિ થયે છતે શાલ્મલી વૃક્ષના તીવ્ર કંટકના આલિંગન આદિ બહુરૂપવાળા દુઃસહ દુઃખને પરદારારત મનુષ્ય પ્રાપ્ત કરે છે. પુરા.
છિન્નઇંદ્રિયવાળા નપુંસક, દુરૂપ કુરૂપ, દોહગ્નિહોત્રદુર્ભાગ્યવાળા, ભગંદરિણા=ભગંદર રોગવાળા, રંડકુરંડા=લગ્ન વખતે રડે તેવી સ્ત્રી, વંધ્યા, બિંદુએ=મરેલા બાળકને જન્મ આપનારી, વિષકન્યા, દુઃશીલ કન્યા થાય છે.” li૩ાા (સંબોધ પ્રકરણ, શ્રા. ૪૪-૬)
અને દેવદ્રવ્યના ભક્ષણમાં અને પરસ્ત્રીના ગમનથી છે ગૌતમ ! સાત વાર સાતમી નરકમાં જાય છે." જા
અને મૈથુનમાં હિંસાદોષ પણ ઘણો જ છે. જે કારણથી – “મૈથુન સંજ્ઞાથી આરૂઢ એવો જીવ ૯ (નવ) લાખ સૂક્ષ્મજીવોને હણે છે.” () ઈત્યાદિ શાસ્ત્રાન્તરથી જાણવું. અને “આવશ્યકચૂણિર્મમાં પણ દોષગુણનું પ્રદર્શન છે=મૈથુનના સેવનના દોષનું અને બ્રહ્મચર્યના ગુણનું પ્રદર્શન છે. જે પ્રમાણે –
ચોથા અણુવ્રતમાં સામાન્યથી અનિવૃત્તને દોષો-વિદિત એવી માતાને પણ=આ મારી મા છે તેમ જાણવા છતાં પણ, ભોગવે, પુત્રીની સાથે પણ વસે” (પ. ૨૮૯) ઈત્યાદિ. .
“નિવૃત્તને મૈથુનથી નિવૃત્તને, આ લોકમાં અને પરલોકમાં ગુણો છે. આ લોકમાં કચ્છદેશમાં કુલપત્રક શ્રાવકોનાં દષ્ટાંતો છે.” ઈત્યાદિ. “પરલોકમાં પ્રધાન પુરુષપણું, દેવપણામાં પ્રધાનથી અપ્સરાઓ, મનુષ્યપણામાં પ્રધાનથી મનુષ્ય સ્ત્રીઓ અને વિપુલ પાંચલક્ષણવાળા ભોગો, પાંચ ઇંદ્રિયોના ભોગો, પ્રિયના સંપ્રયોગો=પ્રિય વસ્તુના સંયોગો અને આસન સિદ્ધિગમન.” li૨૮II ભાવાર્થ
શ્રાવક પોતાની કામની વૃત્તિ કેવી છે? તેનું સમ્યફ સમાલોચન કરીને પોતાની શક્તિ અનુસાર પોતાની પત્નીમાં સંતોષરૂપ ચોથું વ્રત સ્વીકારે છે અથવા પોતાની પત્નીથી અન્ય સ્ત્રીઓના વર્જનરૂપ ચોથું વ્રત સ્વીકારે છે. અન્ય સ્ત્રીના વર્જનમાં કેવા પ્રકારનું પચ્ચકખાણ પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે –
પોતાની સ્ત્રીઓથી વ્યતિરિક્ત મનુષ્યની સ્ત્રી, દેવોની સ્ત્રી કે તિર્યંચોની સ્ત્રી જે પરણેલી હોય કે કેટલાક કાળ માટે સંગૃહીત હોય તેવી સ્ત્રીઓનું વર્જન શ્રાવક કરે છે.
તેથી એ પ્રાપ્ત થાય કે અન્ય સ્ત્રીઓનું વર્જન કરનાર શ્રાવક કામની ઇચ્છાથી અતિવ્યાકુળ થાય ત્યારે વેશ્યાગમન કરે છતાં જે વેશ્યા કેટલાક કાળ માટે ધન આપીને કોઈએ સ્વીકારેલી હોય તેનું વર્જન કરે. વળી, અપરિગૃહીત દેવીઓ અને તિર્યંચની સ્ત્રીઓ કોઈનાથી સંગૃહીત હોતી નથી કે કોઈને પરણેલી હોતી નથી તેથી વેશ્યાકલ્પ જ છે. તોપણ તે દેવીઓ કે તિર્યંચજાતિની સ્ત્રીઓ પરજાતીય ભોગ્ય હોવાને કારણે=અપરિગૃહીત દેવીઓ દેવોથી ભોગ્ય હોવાને કારણે અને તિર્યંચની સ્ત્રીઓ તિર્યચોથી ભોગ્ય હોવાને