________________
૨૬૫
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૮ પ્રકારના ભેદમાં મન-વચન-કાયા વડે સર્વ સ્ત્રીઓના સંગનો ત્યાગ સર્વથી બ્રહ્મચર્ય છે. તે ૧૮ પ્રકારનું છે. જે કારણથી “યોગશાસ્ત્રમાં કહેવાયું છે –
“કૃત-અનુમતિ અને કારિત વડે, મન-વચન-કાયાથી દિવ્ય ઔદારિક કામોનો ત્યાગ અઢાર પ્રકારનું બ્રહા=બ્રહ્મચર્ય મનાયું છે.” (યોગશાસ્ત્ર-૧/૨૩)
તેનાથી ઈતર-પૂર્વમાં સર્વથી બ્રહ્મચર્ય બતાવ્યું તેનાથી ઈતર, દેશથી છે. ત્યાં=દેશથી બ્રહ્મચર્યમાં, ઉપાસક=શ્રાવક, સર્વથી અશક્તિ હોતે છતે દેશથી તે બ્રહ્મચર્ય, સ્વદારાસંતોષરૂપ અથવા પદારાવર્ષનરૂપ સ્વીકારે છે અને તે પ્રકારે સૂત્ર છે –
“પરદારાગમનનું શ્રમણોપાસક પચ્ચષ્માણ કરે છે. અથવા સ્વદારાસંતોષ સ્વીકારે છે. તે પરદા રાગમન બે પ્રકારનું કહેવાયું છે – ઔદારિકપરદારાગમન અને વૈક્રિયપદારાગમન.” (પ્રત્યાખ્યાનઆવશ્યક સૂ. ૪, હારિભદ્રીવૃત્તિ ૫. ૮૨૩).
અને ત્યાં=બે પ્રકારના પદારાગમનમાં, પરદારાગમનનું પ્રત્યાખ્યાન કરનારા શ્રાવક જે સ્ત્રીઓમાં પરબારા' શબ્દ પ્રવર્તે છે તેનાથી જન્નતે સ્ત્રીઓથી જ, તિવર્તન પામે છે. પરંતુ સાધારણ સ્ત્રીઓ આદિથી નહિ સર્વ પુરુષોને સાધારણ એવી વેશ્યા અને પોતાની સ્ત્રીથી નહિ. વળી, સ્વદારાસંતુષ્ટ એક અથવા અનેક પોતાની પત્નીઓથી વ્યતિરિક્ત એવી સર્વ સ્ત્રીઓથી રિવર્તન પામે છે એ પ્રમાણેનો વિવેક છે=ભેદ છે.
હમણાં આ વ્રતનો સ્વીકાર વૃદ્ધ પરંપરાથી પ્રાયઃ સામાન્યથી અન્ય ચાર અણુવ્રતની જેમ દ્વિવિધત્રિવિધતા ભંગથી દેખાતો નથી. પરંતુ વિશેષથી મનુષ્ય સંબંધી એકવિધ એકવિધથી, તિર્યંચ સંબંધી એકવિધ-ત્રિવિધથી અને દિવ્ય સંબંધી દ્વિવિધ-ત્રિવિધથી છે.
‘દાર' શબ્દનું ઉપલક્ષણપણું હોવાથી સ્ત્રીના પ્રત્યે સ્વપતિ વ્યતિરિક્ત સર્વ પુરુષના વર્જનનું પણ જાણવું અને આ વ્રત મહાકલને માટે છે. જે કારણથી કહેવાયું છે –
જે પુરુષ કનકકોડીને આપે છે અથવા સુવર્ણનું જિનમંદિર કરાવે છે તેને તેટલું પુણ્ય નથી જેટલું બ્રહ્મવ્રત ધારણ કરાયે છતે છે.' ૧II (સંબોધપ્રકરણ ગુરુસ્વરૂપ અધિકાર – ૬૯).
દેવ, દાનવ, ગંધર્વ, જક્ષ, રાક્ષસ, કિન્નરો બ્રહ્મચારીને નમસ્કાર કરે છે. જે દુષ્કર એવા તેને બ્રહ્મચર્યને, કરે છે.” રા (ઉત્તરાધ્યયનસૂત્ર – ૧૬/૧૬)
“આજ્ઞાનું ઐશ્વર્યપણું, ઋદ્ધિ, રાજ્ય, કામભોગો, કીર્તિ, બળ અને સ્વર્ગ બ્રહ્મચર્યથી આસન સિદ્ધિ અલ્પકાળમાં મોક્ષ છે. [૩]
કલહને કરનાર પણ, લોકોને મારનાર પણ, સાવઘયોગમાં નિરત પણ, જે નારદ પણ સિદ્ધ થાય છે. તે ખરેખર શીલનું માહાભ્ય છે." iા (સંબોધ પ્રકરણ, શ્રા. ૪૨-૩).
ગૃહસ્થો પણ સ્વદારાસંતોષમાં બ્રહ્મચારી તુલ્ય જ છે. અને પરદારાગમનમાં વધ-બંધ આદિ દોષો સ્પષ્ટ જ છે. કહેવાયું પણ છે –