Book Title: Dharm Sangraha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 284
________________ ૨૬૭ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૮ કારણે શ્રાવક માટે પરદાના છે. તેથી શ્રાવક તેઓનું વર્જન જ કરે છે. ફક્ત પદારાવર્જન કરનારા શ્રાવક કામની ઉત્કટ ઇચ્છા થાય ત્યારે બીજાથી ધન આપીને કેટલાક કાળ માટે સંગૃહીત ન હોય તેવી વેશ્યાનું સેવન કરે છે અને સ્વદારાસંતોષવાળા શ્રાવકો પોતાની સ્ત્રીઓને છોડીને અન્ય સર્વ સ્ત્રીઓનો ત્યાગ કરે છે, તેથી વેશ્યાનું પણ વર્જન કરે છે. વળી, મૈથુન બે પ્રકારનું છે. સ્કૂલ અને સૂક્ષ્મ. ત્યાં કામના ઉદયથી ઇંદ્રિયોનો અલ્પ પણ વિકાર થાય તે સૂક્ષ્મ મૈથુન છે. તેથી એ પ્રાપ્ત થાય કે વિજાતીય વ્યક્તિને જોઈને તેનો કંઠ મધુર લાગે, તેની સાથે વાર્તાલાપમાં આનંદ આવે, જોવાથી પ્રીતિ થાય, જોવાની ઇચ્છા થાય આમ છતાં ભોગાદિની કોઈ વિકારી ચેષ્ટા ન કરી હોય તોપણ “સૂક્ષ્મ મૈથુન' છે. વળી, મનથી, વચનથી કે કાયાથી દારિક શરીરવાળી સ્ત્રી કે વૈક્રિય શરીરવાળી સ્ત્રીનો જે સંભોગ છે તે સ્થૂલથી મૈથુન' છે. તેથી કોઈને મનથી પણ તે પ્રકારની ભોગક્રિયાની પરિણતિ થાય, વચન અને કાયાથી ન થાય તો પણ તે “સ્થૂલ મૈથુન છે. વળી, વચનથી તે પ્રકારની ભોગક્રિયાની વાતો કરે તો પણ તે સ્થૂલથી મૈથુન છે અને કાયાથી પણ તેવી ક્રિયા કરે તો તે સ્થૂલથી મૈથુન છે. વળી, મૈથુનવિરતિરૂપ બ્રહ્મચર્ય બે પ્રકારનું છે. સર્વથી અને દેશથી, સર્વથી મૈથુનવિરતિ સાધુને હોય છે અને તેના ૧૮ ભેદ છે તે આ રીતે – દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી સર્વસ્ત્રીઓને મનથી, વચનથી અને કાયાથી સર્વ પ્રકારે સાધુ ત્યાગ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે વૈક્રિય અને ઔદારિક શરીરવાળી સ્ત્રીઓનો મનથી, વચનથી અને કાયાથી ભોગ કરે નહિ, ભોગ કરાવે નહીં અને ભોગની અનુમોદના પણ કરે નહીં તેથી કરણ-કરાવણ અને અનુમોદન અને મન-વચન-કાયાના ત્રણ યોગોથી મૈથુનનો ત્યાગ નવ પ્રકારનો થાય અને તે નવ દિવ્ય એવા વૈક્રિય ભોગોના ત્યાગથી અને દારિક શરીરવાળી સ્ત્રીઓના ભોગોના ત્યાગથી એમ મળીને ૧૮ ભેદોવાળું સાધુનું બ્રહ્મચર્ય થાય. સાધુ કોઈપણ સ્ત્રી આદિને જોઈને સૂક્ષ્મ પણ વિકાર ન થાય તે રીતે મૈથુનનો પરિહાર કરે છે. તેથી સાધુને બ્રહ્મચર્યના ૧૮ ભેદોની પ્રાપ્તિ થાય છે." જો કોઈ સ્ત્રીને જોઈને સહેજ રાગનો પરિણામ થાય, તેનો કંઠ મધુર લાગે કે તેની સાથે વાર્તાલાપ કરવાની ઇચ્છા થાય તો સૂક્ષ્મમૈથુનની “કરણ” રૂપે પ્રાપ્તિ થાય. કોઈક તેવી પ્રવૃત્તિ કરતા હોય તેને જોઈને સાધુને પ્રીતિ થાય તો “અનુમોદન'ની પ્રાપ્તિ થાય. વળી, કોઈક સ્ત્રી આદિ સાથે પ્રીતિ આદિથી વાતો કરે તેના નિમિત્તમાં સાધુ કોઈક રીતે પ્રવર્તક બને તો સાધુને “કારિત' મૈથુનની પ્રાપ્તિ થાય. તેથી સર્વ પ્રકારે મૈથુનનું વર્જન કરનાર સાધુએ અત્યંત સંવૃત થઈને ભગવાનના વચનના જ સ્મરણ નીચે મન-વચનકાયાના યોગોને પ્રવર્તાવવા જોઈએ. અન્યથા નિમિત્તને પામીને તે-તે ઇંદ્રિયોની સાથે વિજાતીયના સંબંધને કારણે વિકારો થવાનો સંભવ રહે છે. વળી, શ્રાવક સર્વથી મૈથુનની વિરતિ માટે સમર્થ નહીં હોવાથી પોતાની શક્તિ અનુસાર સ્વદારાસંતોષરૂપ અથવા પદારાના વર્જનરૂપ મૈથુનની વિરતિ સ્વીકારે છે.

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300