________________
૨૬૦
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૭ ભાવાર્થ
શ્રાવક સર્વવિરતિની શક્તિના સંચય અર્થે સૂક્ષ્મ અદત્તાદાનના સ્વરૂપને સ્મરણમાં રાખીને ચૂલા અદત્તાદાનવિરમણ વ્રત સ્વીકારે છે. અને સૂક્ષ્મ અદત્તાદાનના પરિવાર માટે શક્ય એટલી યતના કરે છે. તે સ્થૂલ અદત્તાદાનનું સ્વરૂપ બતાવતાં કહે છે –
આણે ચોરી કરી છે તે પ્રકારનો વ્યપદેશ=વ્યવહાર થઈ શકે તેવી પરની વસ્તુનું ગ્રહણ તેનાથી નિવૃત્તિeતેને નહીં ગ્રહણ કરવાનું પચ્ચખ્ખાણ, તે ત્રીજું અણુવ્રત છે તેમ ભગવાને કહ્યું છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જેની કોઈ કિંમત નથી તેવી તૃણાદિ વસ્તુને કોઈ ગ્રહણ કરે તેનું સ્થૂલ અદત્તાદાનમાં ગ્રહણ નથી પરંતુ બીજાની માલિકીની વસ્તુને તેમની અનુજ્ઞા વગર ગ્રહણ કરવામાં આવે ત્યારે “આણે ચોરી કરી છે તે પ્રકારનો વ્યવહાર થઈ શકે તેવી વસ્તુનું ગ્રહણ, એ સ્થૂલ અદત્તાદાન છે, જેની શ્રાવક નિવૃત્તિ કરે છે.
વળી, આ અદત્તાદાન ચાર પ્રકારનું છે. જે ચારે પ્રકારના અદત્તાદાનની વિરતિ સાધુ જ કરી શકે છે. ૧. સ્વામીઅદત્ત - .
સુવર્ણાદિ કોઈ વસ્તુ અન્યની માલિકીની હોય અને તેને પૂછ્યા વગર તેને ગ્રહણ કરવામાં આવે તો તે “સ્વામીઅદત્ત' કહેવાય. ૨. જીવઅદત્તઃ
પોતે ખરીદીને લાવેલા હોય છતાં તે ફળ વગેરે જીવોનું શરીર તે જીવોએ બીજાને આપ્યું નથી તેથી તેવી સચિત્ત વસ્તુને ગ્રહણ કરવાથી જીવઅદત્તની પ્રાપ્તિ થાય. આથી જ જીવસંસક્ત વસ્તુ સાધુ ગ્રહણ કરતા નથી. ૩. તીર્થકરઅદત્ત :
વળી, ગૃહસ્થ આપેલું હોય તેવું અન્ન સ્વામીઅદત્ત નથી, સચિત્ત નથી માટે “જીવઅદત્ત' નથી. તોપણ આધાકર્માદિ જે ભગવાન વડે અનુજ્ઞાત નથી તેવું અન્ન કોઈ સાધુ ગ્રહણ કરે તો સાધુને “તીર્થકરઅદત્ત' પ્રાપ્ત થાય. આથી જ સાધુ ભગવાનના વચનનું સ્મરણ કરીને તે-તે સંયોગમાં ભગવાનની આજ્ઞા અનુસાર સંયમના અંગ રૂપે જે ઉપયોગી હોય તેને જ ગ્રહણ કરે છે. તે સિવાયનું જે કંઈ ગ્રહણ કરે તે “તીર્થકરઅદત્ત' કહેવાય. વળી, શ્રાવકને જીવસંસક્ત અનંતકાય, અભક્ષ્યાદિ ગ્રહણ કરવાનો ભગવાને નિષેધ કર્યો છે, છતાં જે શ્રાવક તેને ગ્રહણ કરે તેને “તીર્થકરઅદત્તની પ્રાપ્તિ થાય. ૪. ગુરુઅદત્ત :
કોઈ સાધુ ગૃહસ્થ વહોરાવેલું અન્ન ગ્રહણ કરે તો સ્વામીઅદત્તની પ્રાપ્તિ નથી અને સચિત્ત ન હોય તો જીવઅદત્તની પ્રાપ્તિ નથી. તીર્થકર દ્વારા વર્જ્ય અન્ન ન હોય તો તીર્થકરઅદત્તની પણ પ્રાપ્તિ નથી; આમ છતાં ગુરુને તે આહાર બતાવ્યા વગર વાપરે તો “ગુરુઅદત્ત' દોષની પ્રાપ્તિ થાય. .