________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪
૨૧૯
વળી પાંચ અણુવ્રતને આશ્રયીને જે છ ભાંગા પ્રાપ્ત થાય છે તે છ ભાંગાના ઉત્તરભાંગા ૨૧ થાય છે.
પ્રથમ ભાંગો ‘દ્વિવિધ-ત્રિવિધ'ના ઉત્તરભાંગા-૧ બીજો ભાંગો ‘દ્વિવિધ-દ્વિવિધ'ના ઉત્તરભાંગા-૩ ત્રીજો ભાંગો ‘દ્વિવિધ-એકવિધ’ના ઉત્તરભાંગા-૩ ચોથો ભાંગો ‘એકવિધ-ત્રિવિધ'ના ઉત્તરભાંગા-૨ - પાંચમો ભાંગો ‘એકવિધ-દ્વિવિધ’ના ઉત્તરભાંગા-૬
છઠ્ઠો ભાંગો ‘એકવિધ-એકવિધ'ના ઉત્તરભાંગા-૬
૧ ૩ ૩ ૨ ૬ ૦=૨૧ ઉત્તરભાંગા થાય.
પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે દ્વિવિધ-ત્રિવિધના છ ભાંગાઓથી કરાયેલા અભિગ્રહવાળા છ પ્રકારના શ્રાવક થાય છે. અને સાતમો ભેદ શ્રાવકનો ઉત્તરગુણવાળો થાય છે=સ્વીકારાયેલા ગુણવ્રત શિક્ષાવ્રત આદિ ઉત્તરગુણવાળો શ્રાવક થાય છે. શ્રાવકના આઠ ભેદ કરતી વખતે જેમ પાંચ અણુવ્રતોમાં વિકલ્પો પાડવા તેમ ઉત્તરગુણમાં શિક્ષાવ્રતમાં અને શ્રાવકની અગિયાર પ્રતિમામાં વિકલ્પો પાડ્યા વગર તે સર્વનો એક ભેદ ગ્રહણ કરેલ છે. તેથી પાંચ અણુવ્રતને આશ્રયીને છ પ્રકા૨ના શ્રાવકની પ્રાપ્તિ થઈ. અને બાકીના ગુણવ્રત આદિને આશ્રયીને એક પ્રકારના શ્રાવકની પ્રાપ્તિ થઈ. તેથી કુલ સાત પ્રકારના શ્રાવક થયા અને અવિરતસમ્યગ્દષ્ટિ ગ્રહણ કરવાથી કુલ શ્રાવકના આઠ ભેદોની પ્રાપ્તિ થાય છે.
વળી, ૫ અણુવ્રતને આશ્રયીને છ ભાંગા પ્રાપ્ત થયા. તે ૫ અણુવ્રતોમાંથી પ્રત્યેક અણુવ્રતને આશ્રયીને જુદા જુદા શ્રાવકના ભેદો સ્વીકારવામાં આવે તો ૬ ગુણાકાર ૫ બરાબર ૩૦. માટે પાંચ અણુવ્રતને આશ્રયીને ત્રીસ પ્રકારના શ્રાવકોની પ્રાપ્તિ થાય. તે આ રીતે – પ્રથમ અણુવ્રતને આશ્રયીને શ્રાવકના છ ભેદ પ્રાપ્ત થાય તેમ બીજા, ત્રીજા આદિ અણુવ્રતને આશ્રયીને ૬-૬ પ્રકારના શ્રાવકો પ્રાપ્ત થાય. તેથી કુલ શ્રાવકના ૩૦ ભેદની પ્રાપ્તિ થાય; કેમ કે કોઈ શ્રાવક માત્ર એકવ્રત પણ સ્વીકારે છે અને એક વ્રત પણ દ્વિવિધ-ત્રિવિધ આદિ છ ભાંગામાંથી પોતે જે પાળી શકે તે ભાંગાથી સ્વીકારે છે તેથી પ્રથમ અણુવ્રતને આશ્રયીને શ્રાવકના છ ભેદોની પ્રાપ્તિ છે તેમ બીજા-ત્રીજા આદિ અણુવ્રતને આશ્રયીને શ્રાવકના ૬-૬ ભેદોની પ્રાપ્તિ થાય છે. આ રીતે પાંચ અણુવ્રતોને આશ્રયીને શ્રાવકના ૩૦ ભેદોની પ્રાપ્તિ થયા પછી ઉત્તરગુણવ્રતનો એક ભેદ સ્વીકારીએ તો ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને શ્રાવકની અગિયાર પ્રતિમા, તેમાંથી કોઈપણ ગુણવ્રતને, શિક્ષાવ્રતને કે પ્રતિમાને ધારણ કરનાર શ્રાવક ઉત્તરગુણના આ એકત્રીસમા ભેદમાં અંતર્ભાવ પામે છે અને અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવકનો બત્રીસનો ભેદ પ્રાપ્ત થાય છે.
પૂર્વમાં શ્રાવકોના ભેદો બતાવ્યા તે સર્વભેદોના સંગ્રહને ક૨ના૨ સાક્ષીપાઠ બતાવે છે. ૧. વિ૨ત શ્રાવક, ૨. અવિરત શ્રાવક, જે શ્રાવકે બાર વ્રતોમાંથી એક પણ વ્રત ગ્રહણ કરેલ હોય તે વિરત શ્રાવક કહેવાય અને જે શ્રાવકે માત્ર સમ્યક્ત્વ ઉચ્ચરારેવેલું છે તે અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક કહેવાય. આ રીતે બે પ્રકારના